Enforcement Dirctorate/ લોકસભાની ચૂંટણી પહેલા ઈડીનો સપાટો

ટીએમસીના પૂર્વ સાસંદની ફ્લેટ અને વિમાન સહિતની સંપત્તિ જપ્ત

Top Stories India
Beginners guide to 2024 03 31T141431.145 લોકસભાની ચૂંટણી પહેલા ઈડીનો સપાટો

 

West Bengal News : લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ સપાટો બોલાવવા લાગી છે. હવે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાસંદ કે.ડી.સિંહની ચીટ ફંડ કંપની અલ્કેમિસ્ટ ગ્રુપ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ઈડીએ કંપનીનું વિમાન ઉપરાંત હિમાચલપ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં 29 કરોડથી લોકસભાની ચૂંટણી સાથે ઈડી પણ મેદાનમાં

વધુ રકમની સંપત્તિ અને ફ્લેટ જપ્ત કર્યા છે. 30 માર્ચના રોજ આ કેન્દ્રિય એજન્સીએ માહિતી આપી હતી.

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ તપાસ સીબીઆ, ઉત્તરપ્રદેશ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી ઘણી એફઆઈઆર સાથે સંબંધિત છે. જેમકે અલ્કેમિસ્ટ હોલ્ડિંગ્સ લિમીટેડ અને અલ્કેમિસ્ટ ટાઉનશીપ ઈન્ડીયા લિમીટેડ દ્વારા સામાન્ય લોકો પાસેથી રૂ. 1,800 કરોડતી વધુ એકઠા કર્યા હતા. રોકાણકારોએ તેમના રોકાણ પર વધુ પડતી રકમ પરત કર્યા વિના ફ્લેટ અને પ્લોટ વગેરે આપવાના ખોટા વચનો આપ્યા હોવાનો તેમની પર આરોપ છે.

ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમએલએ હેઠળ મિલકતો અટેચ કરવામાં આવી છે અને તેમાં એક વિમાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ ઈડીએ 10.29 કરોડ રૂ.ના ડિમાન્ડ ડ્રાફ્ટ કબજે કર્યા હતા. કેડી સિંઘની કંપની (અલ્કેમિસ્ટ) આ રકમનો ઉપયોગ એરલાઈન્સને ચુકવણી કરવા માટે કરવા માંગતી હતી જેમની સેવાઓ 2014 ની લોકસભાની ચૂંટમીમાં પ્રચાર માટે ઓલ ઈન્ડીયા તૃણમૂલ કોગ્રેસ (એઆઈટીસી) પ્રાટી દ્વારા લેવામાં આવી હતી. ઈડીએ કહ્યું હતું કે આ વિમાનોનો ઉપયોગ ટીએમસી દ્વારા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મુકુલ રોય, અભિનેતા મુનમુન સેન અને સાંસદ નુસરત જહીં જેવા સ્ટાર પ્રચારકો માટે કરવામાં આવ્યો હતો.

કેવરસિંહનું પૂરૂનામ કંવર દિપ સિંહ છે.જે રાજ્યસભામાંથી પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ છે. આ પહેલા પણ કેડી સિંહના પરિસરમાં દરોડા પાડીને ઘમા મહત્વના દસ્તાવેજો, વિદેશી ચલણ અને રોકડ મળી આવી હતી. કેડી સિંહ સામે એમએમએલએ હેઠળ 2018 માં કેસ શરૂ કરાયો હતો. 2016માં ઈડીએ અલ્કેમિસ્ટ ઈન્ફ્રા રિયલ્ટી વૂધ્ધ કેસ નોંધ્યો હતો. કેડી સિંહની આશરે 239 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાં રિસોર્ટ, શોરૂમ અને બેન્ક થાતાનો સમાવેશ થતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના