Earthquake/ દેશનાં આ વિસ્તારમાં ભૂંકપનો આવ્યો આંચકો

શુક્રવારે મેઘાલયમાં હળવા આંચકા અનુભવાયા હતા. મેઘાલયનાં પૂર્વીય ખાસી હિલ્સમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

India
PICTURE 4 268 દેશનાં આ વિસ્તારમાં ભૂંકપનો આવ્યો આંચકો

શુક્રવારે મેઘાલયમાં હળવા આંચકા અનુભવાયા હતા. મેઘાલયનાં પૂર્વીય ખાસી હિલ્સમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 2.3 નોંધવામા આવી હતી. સવારે 7.45 કલાકે આ આંચકા અનુભવાયા હતા. અત્યારે કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

Encounter / જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર

આ સિવાય ગુરુવારે મોડી રાત્રે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ગુરુવારે રાત્રે 11.48 કલાકે આ આંચકા આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. ભૂકંપનાં કારણે કોઈ જાન-માલનાં નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

Election / અમદાવાદમાં આજે ભાજપ કરશે મેગા રોડ શો, આ રહેશે આકર્ષણનું કેન્દ્ર

આ પહેલા 12 ફેબ્રુઆરીની રાત્રે અફઘાનિસ્તાનમાં ભૂકંપનાં આંચકા આવ્યા હતા. 12 ફેબ્રુઆરીએ ભૂકંપનાં આંચકા સાથે અફઘાનિસ્તાન તેમ જ પાકિસ્તાન અને ભારત પણ ધ્રુજી ઉઠ્યું હતુ. આ ભૂકંપનો ઝટકો ખૂબ જ વધુ હતો. અફઘાનિસ્તાનમાં ગયા શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી. અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ભારતમાં પણ આ ભૂંકપ અનુભવાયો હતો. રાજધાની દિલ્હી, એનસીઆર, નોઈડા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ, રાજસ્થાન અને ભારતભરમાં શુક્રવારે રાત્રે આંચકા અનુભવાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ