મુસ્લિમ પરિવાર બન્યા સનાતની/ 35 પરિવારોના 190 લોકોન ઘરે પરત ફર્યા, મુસ્લિમમાંથી હિંદુ બનેલા લોકોએ કહ્યું- તેઓ ભટકી ગયા હતા, તેથી ધર્મ છોડી દીધો

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં નર્મદા કિનારે આવેલા નેમાવરમાં આજે સવારે નજીકના ગામના 35 પરિવારોના 190 લોકો હિંદુ ધર્મમાં પાછા ફર્યા છે.

Top Stories India
Untitled 35 પરિવારોના 190 લોકોન ઘરે પરત ફર્યા, મુસ્લિમમાંથી હિંદુ બનેલા લોકોએ કહ્યું- તેઓ ભટકી ગયા હતા, તેથી ધર્મ છોડી દીધો

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં નર્મદા કિનારે આવેલા નેમાવરમાં આજે સવારે નજીકના ગામના 35 પરિવારોના 190 લોકો હિંદુ ધર્મમાં પાછા ફર્યા છે. આ લોકો ધુમંતું સમાજના છે. આ પરિવારોના પૂર્વજોએ ભૂતકાળમાં કોઈ કારણસર ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ કુળદેવી ચામુંડાની પૂજા કરતા હતા, લગ્નની પદ્ધતિ પણ હિંદુ પરિવારો જેવી જ રહી હતી.

મુસ્લિમ બનવાની વાર્તા

પોતાના ઘરે પરત ફર્યા પછીનો અનુભવ શેર કરતા રામસિંહ (અગાઉ મોહમ્મદ શાહ) એ કહ્યું કે અમારા વડવાઓ સંજોગોને કારણે મુસ્લિમ બન્યા હતા, તેથી અમારો પહેરવેશ અને નામ મુસ્લિમો જેવા હતા પરંતુ અમારા લોહીમાં હિન્દુ સંસ્કારો વહે છે. પૂર્વજોએ ધર્મ છોડી દીધો હતો પરંતુ સંસ્કૃતિ નથી છોડી, આજે પણ અમારા પરિવારમાં હિંદુ રીતિ-રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. તેથી જ અમે બહારથી મુસ્લિમ હતા પણ હૃદયથી હિન્દુ.આજે અમે અમારા મૂળ ધર્મમાં પાછા ફરતા ખુશ છીએ.અમારું જીવન પૂર્ણ છે પણ અમારા બાળકો પોતાના ધર્મમાં જીવશે.

નેમાવરના સંત શ્રી રામસ્વરૂપ દાસ જી શાસ્ત્રી અને રતલામના સંત શ્રી આનંદ ગીરીજી મહારાજ 35 પરિવારોના લગભગ 190 લોકો પરત ફરવાના સમયે ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ દરમિયાન મુંડન, નર્મદા સ્નાન, યજ્ઞોપવિત કાર્યક્રમ અને હવન પૂર્ણ થયા હતા. લગભગ 55 પુરૂષો, 50 મહિલાઓ અને બાકીના બાળકો સહિત તમામ લોકો પોતપોતાના ધર્મમાં પાછા ફરવા માટે ખુશ હતા. કાર્યક્રમમાં હિન્દુ સંગઠનોના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુસ્લિમ સમાજ અમારાથી નારાજ હતો

સનાતણી પરિવારોએ જણાવ્યું હતું કે હવે તેઓ રાહત અનુભવી રહ્યા છે. ધર્માંતરણ છતાં તેમણે સનાતની સંસ્કૃતિ અપનાવી હતી. તેઓ કુળદેવીની પૂજા કરતા હતા અને પરિવારમાં લગ્ન સહિતના અન્ય પ્રસંગો પણ સનાતન સંસ્કાર મુજબ થયા છે. આ કારણે મુસ્લિમ સમાજ અમારાથી નાખુશ રહેતો હતો. અમારી પણ ઉપેક્ષા કરતા હતા. આ પ્રકારના વર્તનથી અમને ત્યાં ખૂબ જ ગૂંગળામણનો અનુભવ થયો.

આ પણ વાંચો:હરિયાણાના નૂહમાં શા માટે થઈ હિંસા? ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું સાચું કારણ!

આ પણ વાંચો:રાહુલ ગાંધી અચાનક પહોંચ્યા દિલ્હીના આઝાદપુર શાક માર્કેટ

આ પણ વાંચો:હરિયાણામાં નૂહ બાદ સોહનામાં હિંસા ફાટી નીકળતા હાઈ એલર્ટ, સ્કૂલ-ઈન્ટરનેટ બંધ

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: થાણેમાં ગર્ડર લોન્ચિંગ મશીન તૂટી પડતાં 15 કામદારોનાં મોત