Chamoli/ ઉત્તરાખંડમાં દિવસ રાત એક કરીને બચાવ કામગીરીમાં વ્યસ્ત જવાનો, તેઓની હિંમત અને બહાદુરીને સો સો સલામ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઋષિગંગામાં ગ્લેશિયર તૂટવાથી આવેલી કૂદરતી હોનારત દરમિયાન ભારતીય સેના, એરફોર્સ (, નેવી , આઈટીબીપી અને એનડીઆરએફના જાંબાઝ જવાન જે રીતે યુદ્ધના ધોરણે બચાવ

Top Stories
1

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઋષિગંગામાં ગ્લેશિયર તૂટવાથી આવેલી કૂદરતી હોનારત દરમિયાન ભારતીય સેના, એરફોર્સ  નેવી , આઈટીબીપી અને એનડીઆરએફના જાંબાઝ જવાન જે રીતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે તે જોતાં તેમને સો તોપોની સલામી આપવાનું મન થાય છે. દેશના આ સશસ્ત્ર દળોની અલગ અલગ ટૂકડીઓ ના ફક્ત પોતાના જહાજો અને હેલીકોપ્ટર દ્વારા તાત્કાલિક એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે એરલિફ્ટ કરીને દિવસ-રાત યુદ્ધસ્તર પર રાહત-બચાવ કાર્ય કરી રહી છે, પરંતુ આ દરમિયાન આવેલા પૂરમાં ફસાયેલા તમામ લોકોને પણ નીકાળીને તેમના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

Image result for images of chamoli rescue by jawans

NADIYAD / નડિયાદના સીઆરપીએફ જવાનનું શ્રીનગરમાં હાર્ટએટેકથી નિધન, દીકરીઓએ આપ્યા અગ્નિદાહ

આર્મીએ જોશીમઠમાં એક કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરી દીધો છે અને આર્મી એવિએશનના 2 ચીતા હેલીકોપ્ટર સતત વિસ્તારમાં રૈકી કરીને લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન આર્મીની એન્જિનિયરિંગ ટાસ્ક ફૉર્સ પણ તૈનાત કરવામાં આવી છે, જે 2 જેસીબી મશીન દ્વારા સતત જોશીમઠ ટનલના કાટમાળને હટાવીને તેમાં ફસાયેલા લોકોને નીકાળવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં, આ દરમિયાન ઘાયલ લોકોને ફીલ્ડ હૉસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવીને એમ્બ્યુલન્સ અથવા હેલીકોપ્ટર દ્વારા તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

Image result for images of chamoli rescue by jawans

Education / ધો 10ની પ્રાયોગિક પરીક્ષા શરૂ કરવા શિક્ષણ બોર્ડેની સુચના

હોનારતમાં ફસાયેલા અન્ય લોકોને પણ સુરક્ષિત સ્થળ પર પહોંચાડીને રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભારતીય વાયુસેનાના પ્રવકત્તા વિંગ કમાન્ડર ઇન્દ્રનિલ નંદી જણાવે છે કે ઉત્તરાખંડમાં આવેલા સંકટની જાણકારી એરફોર્સને 7 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યે ને 27 મિનિટ પર મળી હતી, ત્યારબાદ સાડા બાર વાગ્યા સુધી એરફોર્સે પોતાના જરૂરી ટ્રાન્સપોર્ટ અને હેલીકોપ્ટર્સને સ્ટેન્ડબાય મૉડ પર નાંખ્યા હતા. આ ઘટનાની જાણકારી દરમિયાન ભારતીય વાયુસેનાના એક C-17, બે C-130, ચાર AN-32 અને એક ચિનૂકની સાથે ચાર ALH હેલીકોપ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. જેના દ્વારા એનડીઆરએફ અને નેવીના માર્કોઝ કમાન્ડોની ટીમની સાથે લગભગ 20 ટન રાહત સામગ્રીને એરલિફ્ટ કરીને રવિવારના સાંજે 6 વાગ્યા સુધી જ દહેરાદૂન પહોંચાડી દેવામાં આવી હતી.

Image result for images of chamoli rescue by jawans

Bollywood / ખેડૂતોને આતંકવાદી ગણાવતા કંગના સામે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ દાખલ

ભારતીય વાયુસેનાના C-130 અને AN-32 વિમાનોને જ્યાં દહેરાદૂનના જૌલીગ્રાન્ટમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે MI-17 અને ALH હેલીકોપ્ટર્સને દહેરાદૂન, જૌલીગ્રાન્ટ અને જોશીમઠમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યાંથી આ જવાનો અને રાહત સામગ્રીને ઘટનાસ્થળ પર પહોંચાડીને આ હોનારતમાં ફસાયેલા લોકોની મદદ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, જોશીમઠથી રૈણી ગામમાં આર્મીના 2 કૉલમ એટલે કે લગભગ 200 જવાન તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે 4 કૉલમ એટલે કે 400 જવાન સ્ટેન્ડબાય એટલે કે તૈયાર બેઠા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…