Not Set/ ચોટીલાની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી,બાળક અને માતાનો જીવ બચાવ્યો

ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને

Gujarat Trending
rastama prasuti ચોટીલાની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી,બાળક અને માતાનો જીવ બચાવ્યો

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.

rastama prasuti 3 ચોટીલાની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી,બાળક અને માતાનો જીવ બચાવ્યો

ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ડોસલીધુના ગામ ડુંગરાળ અને છેવાડાનું હોઇ પરિણીતા કાજલબેન સંજયભાઇને પ્રસુતાની પીડા ઉપડતા કુવાડવાથી 108ના પાયલોટ જયપાલભાઇ પરમાર અને ઇ.એમ.ટી. મેહુલભાઇ ડોસલીધુના ગામે પહોંચી પ્રસુતાને 108 એમ્બ્યુલન્સ વાનમાં લઇ હોસ્પિટલમાં જવા નિકળીયા હતા.

rastama prasuti 2 ચોટીલાની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી,બાળક અને માતાનો જીવ બચાવ્યો

પરંતુ રસ્તામાં જ પરિણીતાને ડીલેવરીની જરૂર જણાતા ઇ.એમ.ટી. મેહુલભાઇ દિહોરાએ ફોન પર હોસ્પિટલના ડોક્ટર સુનિતાબેન દ્વારા માર્ગદર્શન મેળવી 108માંજ રસ્તામાં સફળ ડીલેવરી કરાવી હતી. આમ 108ના કર્મચારીઓએ પ્રસુતાને રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સમાં સફળ ડીલેવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.

sago str 11 ચોટીલાની પરિણીતાને 108માં રસ્તામાં ડીલેવરી કરાવી,બાળક અને માતાનો જીવ બચાવ્યો