Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ ભારતમાં WhatsAppની મોટી કાર્યવાહી, એક ઝાટકે 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવે WhatsApp એવા એકાઉન્ટ્સ પર પણ નજર રાખે છે જે ગાઈડલાઈન્સની વિરુદ્ધ કામ કરે છે.

December 4, 2023Vijay Sagathiya
Top Stories Tech & Auto

આજના સમયમાં જેમના હાથમાં સ્માર્ટફોન છે, તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો WhatsApp દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. કંપની સમય સમય પર તેના યુઝર્સની સુવિધા માટે નવા ફીચર્સ લાવતી રહે છે, તે સમયે સમયે કડક પગલાં પણ લે છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં કેટલાક લાખ ખાતાઓ સામે કડક કાર્યવાહી કરી છે. WhatsAppએ ભારતમાં લગભગ 75,48,000 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

રિપોર્ટ અનુસાર, Metaની માલિકીની આ લોકપ્રિય એપએ નવા IT કાયદા હેઠળ લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનું આ પગલું ભર્યું છે. મેટા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે ભારતમાં લગભગ 75 લાખ 48 હજાર વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

WhatsApp એવા એકાઉન્ટ્સ પર કડક નજર રાખે છે જે નિયમોની વિરુદ્ધ પ્લેટફોર્મ પર કામ કરે છે. કંપનીએ કહ્યું કે તેને ઓક્ટોબર 2023માં લગભગ 9,063 ફરિયાદો મળી છે. હવે વ્હોટ્સએપે ગોપનીયતા અને નીતિના ઉલ્લંઘનને લઈને લાખો એકાઉન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ WhatsApp દ્વારા પોલિસીનું ઉલ્લંઘન કરતા એકાઉન્ટ્સ પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કંપનીએ સપ્ટેમ્બર મહિનામાં લગભગ 71.1 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. WhatsApp હાલમાં તેના યુઝર્સની ગતિવિધિઓ પર કડક નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો: મિઝોરમની 40 બેઠકો પર મતગણતરી શરૂ..

આ પણ વાંચો: આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, આ બિલને પાસ કરાવવો પડકાર

આ પણ વાંચો: રાજસ્થાનમાં ભાજપને 115 બેઠક સાથે બહુમત, કોંગ્રેસે માત્ર 69 બેઠક મેળવી

Post navigation

ભાજપની જીતની શેરબજાર પર અસર, વિસ્ફોટક શરૂઆત સાથે સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 330 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો
માઉન્ટ મેરાપી જ્વાળામુખી વિસ્ફોટ, 11 પર્વતારોહકોના મોત

More Posts

Not Set/ નવા વર્ષથી વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ હશે માઈક મલવાને : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

December 15, 2018foram patel
Gandhinagar Police Housing કૌભાંડ? 1061 જવાનો હજુ વેઇટિંગમાં

Gandhinagar News/ ગાંધીનગર પોલીસ લાઈનમાં આવાસ કૌભાંડ? 1061 જવાનો રાહમાં, નિવૃત્ત કર્મચારીઓએ જમાવ્યો કબજો

May 13, 2026Maya Sindhav

West Bengal News/ પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષે થયું નિધન

August 8, 2024Heena Dave
Aaj nu Rashifal

Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને ધર્મ સંબંધી કાર્યોમાં મન પરોવાશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

June 20, 2026June 19, 2026Kavita Solanki

Kheda News/ ખેડાના દંતાલી ગામમાં પરિજનો પાણીમાં સ્મશાન યાત્રા કાઢવા મજબૂર

August 30, 2024Komal Patel

મંજૂરી/ કોરોનાને માત આપવા અમેરિકાએ ‘એસ્ટ્રાઝેનેકા’ની એન્ટિબોડી દવાને મંજૂરી આપી

December 9, 2021mustak malik

જાહેરનામું/ રાજ્યમાં કર્ફ્યુંને લઈ જાહેરનામું પ્રસિદ્ધ, હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યા સુધી કરી શકશે હોમ ડિલીવરી

May 27, 2021May 28, 2021padma prajay
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

અમદાવાદ/ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

December 18, 2021December 18, 2021padma prajay

Weather Forecast/ ચક્રવાતી તોફાનની સંભાવના, પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તો દક્ષિણના રાજ્યોમાં વરસાદ, IMDનું એલર્ટ

December 12, 2024Heena Dave

Business News/ 18 દિવસ ક્રૂડ, 21 દિવસ પેટ્રોલ ડીઝલ, 12 દિવસ ગેસ, જો ઈરાન કટોકટી લંબાય તો ભારત શું કરશે?

March 3, 2026March 3, 2026Panara Mansi
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy