ધમકી/ હિન્દુત્વવાદી નેતા ચક્રપાણી મહારાજને જાનથી મારી નાખવાની ધમકી, દાઉદના માણસે કર્યો ફોન

અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ધમકી તેને દાઉદના ડી કંપનીના માણસ દ્વારા આપવામાં આવી છે.

Top Stories India

અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી એ દિલ્હીના થાણા મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલને ફરિયાદ આપી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને એક વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ પર કોલ આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કોલરે ધમકી આપતા કહ્યુ હતું કે,  ‘એકે-47 થી જલ્દી જ તને મારી નાખીશું’. ત્યારપછી હું તારી ગરદન કાપીને ધડથી અલગ કરી દઈશ, તેને મજાક તરીકે ન લેશો, હું દાઉદનો ડી કંપનીનો માણસ બોલું છું.

સ્વામી ચક્રપાણી એ ફરિયાદમાં કહ્યું છે કે અગાઉ પણ તેમને દાઉદ અને તેના સાગરિતો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે, તેથી પોલીસ ફરિયાદને ગંભીરતાથી લઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સ્વામી દાઉદની હરાજી કરાયેલી કારને ગાઝિયાબાદ લાવ્યા હતા અને તેને સળગાવી દીધી હતી, ત્યારબાદ તેમને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી, દિલ્હી પોલીસે દાઉદના જમણા હાથ ગણાતા છોટા શકીલને દિલ્હી થી ધરપકડ કરી હતી, અને તેમની હત્યાનું કાવતરું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

બાય ધ વે, વર્ષ 2016માં પણ ચક્રપાણી મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ ધમકી તેને તત્કાલિન ગેંગસ્ટર છોટા શકીલે આપી હતી. પરંતુ તેમ છતાં કાવતરાખોરો ચક્રપાણી મહારાજને કોઈ નુકસાન પહોંચાડી શક્યા ન હતા અને પોલીસે ત્રણ  હત્યારાઓની ધરપકડ કરી હતી. પરંતુ હવે ફરી એકવાર આવા જ ધમકીભર્યા મેસેજ મળી રહ્યા છે, આવી સ્થિતિમાં પોલીસ કડક કાર્યવાહી કરવાની વાત કરી રહી છે.

મહારાષ્ટ્ર/ જયારે 30 વર્ષ પહેલાં બાળાસાહેબે કહ્યું- હું શિવસેના છોડી રહ્યો છું – આજે એજ શૈલી એજ રૂઆબ ઉદ્ધવ ઠાકરેમાં જોવા મળ્યા 

આસ્થા/ સૂર્યાસ્ત પછી ન કરો આ 4 કામ, નહીં તો દુર્ભાગ્ય તમારો સાથ નહીં છોડે