Not Set/ પાલનપુર પાસે ભૂસ્તર વિભાગનો સપાટો, દાનાપુરમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપી કરી મોટી કાર્યવાહી

@ભરત સુંદેશા મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા  રાજ્યમાં ભૂમાફિયાના ત્રાસને લઈ અનેકવાર ફરિયાદો ઉઠી છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા માં ભુમાફિયાઓ તંત્ર ને યેનકેન પ્રકારે અંધારામાં રાખી રાત્રે ખનિજની ચોરી કરતા હોય છે, ત્યારે ભૂસ્તર વિભાગ સતત ભુમાફિયાઓ સામે વોચ રાખવા છતાં ગત રવિવારની રાત્રે પાલનપુર ના દાનાપુર ગામે જમીનમાંથી ગેરકાયદેસર […]

Gujarat Others
8a23c08d29ef080f028785c241cfba90 પાલનપુર પાસે ભૂસ્તર વિભાગનો સપાટો, દાનાપુરમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપી કરી મોટી કાર્યવાહી

@ભરત સુંદેશા મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા 

રાજ્યમાં ભૂમાફિયાના ત્રાસને લઈ અનેકવાર ફરિયાદો ઉઠી છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા માં ભુમાફિયાઓ તંત્ર ને યેનકેન પ્રકારે અંધારામાં રાખી રાત્રે ખનિજની ચોરી કરતા હોય છે, ત્યારે ભૂસ્તર વિભાગ સતત ભુમાફિયાઓ સામે વોચ રાખવા છતાં ગત રવિવારની રાત્રે પાલનપુર ના દાનાપુર ગામે જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખોદકામ કરી રહ્યા હોવાની માહિતી ભુજ રેન્જ ના આર આર સેલને મળી હતી. 

બનાસકાંઠા માં ભુમાફિયાઓ તંત્ર ને યેનકેન પ્રકારે અંધારામાં રાખી રાત્રે ખનિજની ચોરી કરતા હોય છે ત્યારે ભૂસ્તર વિભાગ સતત ભુમાફિયાઓ સામે વોચ રાખવા છતાં ગત રવિવારની રાત્રે પાલનપુર ના દાનાપુર ગામે શંકરજી હેમુજી ઠાકોરની જમીનમાંથી ગેરકાયદેસર માટીનું ખોદકામ કરી રહ્યા હોવાની માહિતી ભુજ રેન્જ ના આર આર સેલ ના પી એસ આઈ પી કે જાલાને મળતા તેઓની ટિમ ના હેડકોન્ટેબલ  ભૂરાભાઈ,ગીરીશભાઈ રાજગોર,પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જોશી,અમરતભાઈ રબારી,અને બેચરભાઈ એ દાનાપુર ગામે જઈ તપાસ કરતા હિટાચી  મશીન વડે માટીનું ખોદકામ કરતા હતા અને પાંચ ડમ્પરો વડે રેતી ની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા પાલનપુર ભૂસ્તર અધિકારી ને જાણ કરેલ જેથી ભૂસ્તર વિભાગ ની ટિમ દોડી આવી આર આર સેલ સાથે મળી પાંચ ડમ્પર અને એક હિટાચી મશીનજેની કિંમત રૂ 1.75 કરોડ નો મુદ્દામાલ કબ્જે કરી પાલનપુર પૂર્વ પોલીસ મથકે લાવેલ અને ભૂસ્તર અધિકારી સુભાસ જોશી ના માર્ગદર્શન હેઠળ મિત પરમાર,મેહુલ દવે,શક્તિદાન ગઢવી,વીરેન્દ્ર સિંહ સોલંકી એ માપણી કરી દંડ માટે વધુ કાર્યવાહી હાથ ધરેલ.અને વાહન માલિક લખનભાઈ છગનભાઇ વણઝારા રહે દેવપુરા વાળા પોતાના અંગત ફાયદા માટે જમીનનું ખોદકામ કરતા હોવાનું માલુમ પડેલ. 

આર આર સેલ ભુજ અને ભૂસ્તર વિભાગ ની કાર્યવાહી ને લઈને ભુ માફિયાઓ સમગ્ર જિલ્લામાં ભુર્ગભમાં ઉતરી જવા પામ્યા હતા.

બોક્સ.. ડમ્પર નંબર

(1)GJ 08 AD 0024
(2) GJ 08 AD 9955
(3) GJ 08 AD 9911
(4)GJ 08 AD 8531
(5)GJ 08 Y 9277
(6) ટાટા કંપનીનું હિટાચી મશીન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.