મનોરંજન ઉદ્યોગને મોટો આંચકો!/ આકાંક્ષા દુબે બાદ વધુ એક અભિનેત્રીનું મોત, શંકાસ્પદ હાલતમાં લાશ મળી

તાજેતરમાં જ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબે એ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે

Trending Entertainment
આકાંક્ષા

મનોરંજન ઉદ્યોગમાંથી એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓડિશાની અભિનેત્રી-ગાયિકા રુચિસ્મિતા ગુરુનું નિધન થયું છે. અભિનેત્રીનો મૃતદેહ સંબંધીના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તે આત્મહત્યા છે કે હત્યા છે તે હજુ સુધી પુષ્ટિ નથી થઇ.

શંકાસ્પદ હાલતમાં મળી લાશ

રુચિસ્મિતા ગુરુ ઓડિશાની પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા હતી. તે મૂળ બાલાનગર શહેરના તલપાલીપાડા ગામની રહેવાસી હતી. પરંતુ અભિનેત્રી રુચિસ્મિતા ગુરુ હાલમાં સુદાપાડા ગામમાં તેના મામાના ઘરે રહેતી હતી. તે જ સમયે, હવે રુચિસ્મિતાનો મૃતદેહ સંબંધીના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. રુચિસ્મિતા ગુરુએ ઘણા હિટ આલ્બમ ગીતોમાં અભિનય કર્યો છે. રુચિસ્મિતા માત્ર એક મહાન અભિનેત્રી જ નહીં પણ એક સારી ગાયિકા પણ હતી.

રુચિસ્મિતા ગુરુ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી. તે સતત તેના ફોટા અને ગીતો પણ શેર કરતી હતી. તેણે પોતાના કરિયરમાં ઘણા સ્ટેજ શો કર્યા છે. આટલી નાની ઉંમરમાં અભિનેત્રીએ સારું નામ કમાઈ લીધું હતું.

આકાંક્ષા દુબેએ કરી આત્મહત્યા

આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. આ મામલે હવે એક્ટ્રેસના બોયફ્રેન્ડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય અભિનેત્રીના ઘણા વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે ટેન્શનમાં હોવાનું દેખાઈ રહ્યું છે.જોકે અત્યારે એન્ટરટેઈનમેન્ટ આ આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી હતી કે હવે રુચિસ્મિતાના જવાથી ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો