Not Set/ જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

મુંબઈ બોલિવુડની ધક-ધક ગર્લ કહેવાતી માધુરી દિક્ષિત નો આજે જન્મદિવસ છે. ૧૫ મે ૧૯૬૭ માં મુંબઈ માં જન્મેલી માધુરી ફિલ્મ ઉદ્યોગ ની શ્રેષ્ઠ અભિનેત્રીઓ માની એક છે. આજે પણ ફિલ્મ ઉદ્યોગ માં તેનો જાદુ છવાયેલો છે કારણ કે હવે ફરી એ ફાલ્મોમાં નજર આવવાની છે.ખાસ વાત એ છે કે માધુરીના જન્મદિવસના એક દિવસ પહેલાથી જ ઉજવણી શરુ થઇ ગઈ […]

Entertainment
mahuo જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

મુંબઈ

બોલિવુડની ધક-ધક ગર્લ કહેવાતી માધુરી દિક્ષિત નો આજે જન્મદિવસ છે. ૧૫ મે ૧૯૬૭ માં મુંબઈ માં જન્મેલી માધુરી ફિલ્મ ઉદ્યોગ ની શ્રેષ્ઠ અભિનેત્રીઓ માની એક છે. આજે પણ ફિલ્મ ઉદ્યોગ માં તેનો જાદુ છવાયેલો છે કારણ કે હવે ફરી એ ફાલ્મોમાં નજર આવવાની છે.ખાસ વાત એ છે કે માધુરીના જન્મદિવસના એક દિવસ પહેલાથી જ ઉજવણી શરુ થઇ ગઈ છે. વાસ્તવમાં DID લીટલ માસ્ટર્સના સેટ પર માધુરીના જન્મદિવસનું પ્રી- બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. અહી માધુરીનો જન્મદિવસ અલગ જ અંદાજમાં ઉજવવામાં આવ્યો હતો. જે તસ્વીરો સોશિયલ મીડિયામાં દ્રારાસામે આવી છે એમાં સાફ દેખાય રહ્યું છે કે માધુરી તેના જન્મદિવસના આ અવસર પર ખુબ જ હતી.

माधुरी दीक्षित Pre birthday celebration, बच्चों संग केट काटकर मनाया जन्मदिन

આ તસ્વીર જોઇને તમને હસવું આવશે કારણકે આમાં જય ભાનુશાળી માધુરીની એક્ટિંગ કરતા દેખાઈ રહ્યો હતો. જયે ડ્રેસ-અપ પણ માધુરી જેવો જ કરેલો હતો. આ તસ્વીર માં જોઈ શકાય છે કે માધુરી જય સાથે કેવી રીતે રોમાન્સ કરી રહી હતી.

200madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

આ તસ્વીર માં જોઈ શકાય છે કે DID લીટલ માસ્ટર્સના કન્ટેસ્ટંટ પણ આ મજાક મસ્તીમાં શામેલ હતા. આ શોના સેટ પર માધુરી નો જન્મદિવસ ખુબ ધામ-ધૂમથી ઉજવવામાં આવ્યો હતો. માધુરીએ બાળકો સાથે બર્થડે કેક કાપી હતી. માધુરી દિક્ષિત નો જન્મદિવસ આજે છે પરંતુ એક દિવસ પેહલા DID લીટલ માસ્ટર્સના સેટ પર કેક કાપવામાં આવી હતી.

300madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

શોના સેટ પર માધુરી દિક્ષિતની સાથે ફરાહ ખાન તેમજ રેણુકા શહાણે પણ હજાર હતા. ફિલ્મો ની વાત કરીએ તો માધુરી હવે મરાઠી ફિલ્મ ડેબ્યુ કરી રહી છે. માધુરી મરાઠી ફિલ્મ  “બકેટ લીસ્ટ” માં નજર આવશે. માધુરી પહેલી વાર મરાઠી ફિલ્મ કરી રહી છે.  આ ફિલ્મમાં કામ કરવાના એના અનુભવ વિશે જણાવ્યું હતું કે એ લાંબા સમય થી એક એવી ફિલ્મ કરવા માંગતી હતી જે સામાન્ય મહિલાઓના જીવન સાથે જોડાયેલી હોય. માધુરીએ આગળ જણાવ્યું હતું કે એક દિવસ તેના મેનેજરનો ફોન આવ્યો કે મરાઠી ફિલ્મ મેકર તેને લઈને ફિલ્મ બનવવા માંગે છે. માધુરીએ સૌથી પહેલા એ ફિલ્મની સ્ટોરી મંગાવી અને ફિલ્મની સ્ટોરી તેને પસંદ આવતા તેણે ફિલ્મ મેકરને મળવા બોલાવેલા.

400madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

ફિલ્મ મેકરને મળ્યા બાદ માધુરીએ વાર્તામાં થોડા બદલાવ કરવા કહ્યું અને ત્યારબાદ ફિલ્મ માટે હા કરી હતી. માધુરીએ કહ્યું કે એ ઘણાં સમય થી મરાઠી ફિલ્મ કરવા માંગતી હતી અને આ સમય ફિલ્મ કરવા માટે ખુબ જ સારો હતો. આ ફિલ્મની સાથે માધુરી, સુમિત રાઘવન સાથે એક ગીતમાં થિરકતી જોવા મળશે.

600madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

મરાઠી ફિલ્મ ‘બકેટ લીસ્ટ’ એક છોકરીની કહાની છે જેનું મૃત્યુ થઇ જાય છે. ત્યારબાદ માધુરી એ છોકરીની ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરતી ફિલ્મમાં જોવા મળે છે. આ ફિલ્મ ના નિર્માતા કરણ જોહર છે અને ફિલ્મની રિલીઝ પણ કરણ ના જન્મદિવસે કરવામાં અવશે.

700madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

માધુરી માટે ટીવી માં કામ કરવું કોઈ નવી વાત નથી. ટીવી પર એક નવો શો શરુ થવા જઈ રહ્યો છે” DANCE DEEWANE”  આ શો માં માધુરી જજ ની ભૂમિકામાં જોવા મળશે. દેશભરમાં આ શોના ઓડીશન શરુ થઇ ચુક્યા છે અને માધુરી તેના કન્ટેસ્ટંટ સિલેક્ટ કરશે.

800madhiri જાણો, કઈ રીતે ઉજવવામાં આવ્યો માધુરી દીક્ષિતનો જન્મ દિવસ

માધુરી અનીલ કપૂર સાથે ‘ટોટલ ધમાલ’ માં જોવા મળશે. હમણાંજ કરણ જોહરએ  ફિલ્મ ‘કલંક’ ની ઘોષણા કરી છે જેમાં એ 25 વર્ષ પછી સંજય દત્ત સાથે જોવા મળશે