માન-સન્માન/ વઢવાણમાં દીકરીને માન અપાયું : પિતાએ હાથીની અંબાડી પર બેસાડી ફુલેકું ફેરવ્યું

સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
અંબાડી

વર્તમાન સમયમાં સમાજ વ્યવસ્થામાં ઉત્તમ ઉદાહરણ બનવા માટે લોકો લગ્ન કે અન્ય સામાજિક કાર્યક્રમો વિવિધ રીતે કરતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયત્રા સાથે સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વધુ વિગત અનુસાર વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં નટુભાઇ પરમારની દીકરી ભારતીના લગ્ન નિમિત્તે દીકરીનું ફુલેકુ હાથીની અંબાડી પર કાઢી દીકરા દીકરી એક સમાન હોવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. શણગારેલી અંબાડી પર દીકરીને ભણાવો દીકરીને અધિકાર આપો જેવા સમાજીક જાગૃતિ લાવતા સંદેશ લખવામાં આવ્યા હતાં અને લોકોને પ્રેરણા આપવામાં આવી હતી. હાથીની અંબાડી પર નિકળેલું  ફુલેકું વઢવાણ સહીત સમગ્ર પંથકમાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Above 1 વઢવાણમાં દીકરીને માન અપાયું : પિતાએ હાથીની અંબાડી પર બેસાડી ફુલેકું ફેરવ્યું

આ પણ વાંચો : નર્મદા મુખ્ય કેનાલમાં પડેલી નીલગાયનું કરાયું રેસક્યું