Not Set/ ભાજપે સમાંતર રેલી યોજી રોહિત ઠાકોરને આપ્યો જવાબ  દહેગામમાં રોહિત ઠાકોરે રેલી કાઢતા ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ.

  દહેગામ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા દહેગામ પર વિજય મેળવવા ભાજપ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે દહેગામ શહેર ખાતે ભાજપની બે જુદી-જુદી રેલીઓ નીકળી હતી. બે અલગ-અલગ યુવા ટંકાર બાઈક રેલીના ઘેરા પ્રત્યાઘાત દહેગામ નગરમાં પડ્યા હતા. એક રેલીનું પ્રસ્થાન ભાજપના દાવેદાર રોહિતજી ઠાકોરના નિવાસ સ્થાનેથી થયુ હતું. જો કે રોહિત ઠાકોરે […]

Gujarat
Dehegam ભાજપે સમાંતર રેલી યોજી રોહિત ઠાકોરને આપ્યો જવાબ  દહેગામમાં રોહિત ઠાકોરે રેલી કાઢતા ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ.

 

દહેગામ

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા દહેગામ પર વિજય મેળવવા ભાજપ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે દહેગામ શહેર ખાતે ભાજપની બે જુદી-જુદી રેલીઓ નીકળી હતી. બે અલગ-અલગ યુવા ટંકાર બાઈક રેલીના ઘેરા પ્રત્યાઘાત દહેગામ નગરમાં પડ્યા હતા. એક રેલીનું પ્રસ્થાન ભાજપના દાવેદાર રોહિતજી ઠાકોરના નિવાસ સ્થાનેથી થયુ હતું.

જો કે રોહિત ઠાકોરે જે રેલી કાઢી હતી તે ભાજપ સમર્થિત નહોતી અને વ્યક્તિગત રીતે કાઢી હતી.રોહિત ઠાકોરે દહેગામ સીટ માટે ભાજપમાંથી દાવેદારી નોંધાવી છે.જો કે રોહિત ઠાકોરની દાવેદારી સામે ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળતો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ રેલી અંગે ભાજપ જિલ્લા પ્રમુખને જાણ થતાં તેમણે કાર્યકરોને તાત્કાલિક પરત ફરવા અને પક્ષની સત્તાવાર રેલીમાં જોડાવા આદેશ કર્યો હતો. જિલ્લા પ્રમુખના આદેશ બાદ ઘણાં કાર્યકરો રોહિતજી ઠાકોરની આગેવાની હેઠળ નીકળેલી રેલીમાંથી નીકળી ગયા હતા.રોહિત ઠાકોરની રેલીની સામે જ ભાજપની સત્તાવાર રેલી નીકળી હતી.

દહેગામના ભાજપ યુવા મોરચા દ્વારા નહેરુ ચોકડીથી બાઈક રેલીનો પ્રારંભ થયો હતો. દિવસે બે રેલી નીકળતાં સત્તાવાર રેલી કઈ તે બાબતે અસમંજસ સર્જાઈ હતી. ભાજપના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓની સાથે નગરજનો પણ એકબીજાને આ જ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે, બે અલગ-અલગ રેલીઓમાંથી સત્તાવાર રેલી કઈ છે?