કેવડીયા/ 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ

કેવડિયા રાષ્ટ્રીય એકતા દિવસે સરદાર પટેલને અંજલી આપવા 30 અને  31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદીનું આગમન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાંચ દિવસ પ્રવાસીઓ માટે બંધ રહેશે 

Top Stories Gujarat Others
tech 9 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરે કેવડીયા SOU ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિય ક્ક્ષાની PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ STATUE OF UNITY તા.28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાયું છે.

tech 10 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા SOU ખાતે પ્રતિવર્ષની જેમ 31 મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની PM મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને અંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.

PM નરેન્દ્ર મોદી કેવડિયા SOU ખાતે 30 ઓક્ટોબરે આવી પોહચશે. જેઓના હસ્તે ₹14 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નર્મદા ઘાટનું લોકાર્પણ કરી નર્મદા મૈયાની ગંગા મૈયાની જેમ મહાઆરતીનો આરંભ કરાવાશે.

tech 11 28 ઓક્ટોબરથી પાંચ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે આ કારણોથી કરાયું બંધ

સાથે જ ટ્રાયલ બેઝ પર ચાલતા યુનિટી રેડિયો અને ભૂલ ભૂલૈયા પાર્ક, દેશની પેહલી ઇ-સિટીનું પણ લોકાર્પણ માટેની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે. જ્યારે 5000 રૂમની બજેટ હોટલ અને રોયલ મ્યુઝિયમનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનારું છે. 31 ઓક્ટોબરે એકતા પરેડમાં ભાગ લઈ સરદાર પટેલને જન્મ જયંતિએ વડાપ્રધાન અંજલિ આપશે.

વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્ર અને રાજ્યના અન્ય મંત્રીઓ પણ જોડાઈ શકે છે. જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે SOU બંધ કરાયું છે.