Corona/ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયું નથી

મુંબઈમાં 24 કલાકમાં કોઈ કોવિડ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. ઉલ્લખેનીય છે કે, કોરોના પ્રભાવિત શહેરોની યાદીમાં મુંબઈ સૌથી આગળ છે

Top Stories
મદરોના મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયું નથી

એક વર્ષ પહેલા કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યા બાદ પહેલીવાર મુંબઈમાં 24 કલાકમાં કોઈ કોવિડ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. ઉલ્લખેનીય છે કે, કોરોના પ્રભાવિત શહેરોની યાદીમાં મુંબઈ સૌથી આગળ છે. મુંબઈમાં આજે કોરોના ચેપના 367 કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના સંક્રમણની ગતિ ચોક્કસપણે ધીમી પડી ગઈ છે પરંતુ ખતરો હજુ પણ ટળ્યો નથી. ગત વર્ષે દેશમાં કોરોના વાયરસે દસ્તક આપી હતી. મુંબઈ પણ દેશના સૌથી કોરોના પ્રભાવિત શહેરોમાંનું એક છે. પણ આજે મુંબઈથી એક સારા સમાચાર આવ્યા. છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત મુંબઈમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. જો કે, આજે કોરોના ચેપના 367 નવા કેસ નોંધાયા છે. શહેરમાં કોવિડ પોઝિટિવ રેટ વધીને 1.27%થયો છે, જે હવે 5,030 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મુંબઈમાં કોરોનાના કેસોની સંખ્યા વધી હતી. એટલું જ નહીં, એકલા મુંબઈમાં એક જ દિવસમાં 11 હજારથી વધુ મોત નોંધાયા છે.

સરકારની રસીકરણ અભિયાનના કારણે ધીમે-ધીમે દેશમાં કોરોનાની ગતિ મંદ પડી છે, આજે મુંબઇ જેવા મહાનગરમાં પણ કોરોનાના કારણે એક પણ મૃત્યુના થતા, એમ કહેવુ ખોટુ નથી કે હવે ધીમે-ધીમે કોરોનાના કેસો ઓછા થશે. જો કે, એમ ના કહી શકાય કે કોરોના સંર્પુણ રીતે નાબુદ થઇ ગયો છે, અને લોકોએ સાવચેત રહેવાની જરૂર નથી. કોરોનાની ગતિ મંદ જરૂર પડી છે પરંતુ તેનાથી ખતરો જરાય ઓછો થયો નથી. માટે લોકોએ જાતે જ જાગૃતિ રાખીને કોરોના ગાઇડલાઇનનું બરાબર પાલન કરવાની જરૂર છે. સાથે જ સરકારના રસીકરણ અભિયાનમાં પણ જે જોડાયા નથી તેમને રસી લેવી જરૃરી છે.