જમ્મુ કાશ્મીર/ સતત બીજા દિવસે બિન-કાશ્મીરી મજૂરોના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓએ વરસાવી ગોળીઓ, બે ના મોત 

કુલગામમાં આતંકીઓએ ફરી 24 કલાકમાં બિન કાશ્મીરીઓને  નિશાન બનાવ્યા છે,  બે મજૂરોની હત્યા કરી છે. રવિવારે પણ બિન-સ્થાનિક મજૂરો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

Top Stories India
કુલગામમાં સતત બીજા દિવસે બિન-કાશ્મીરી મજૂરોના ઘરમાં ઘૂસીને

કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. કુલગામમાં બિન-કાશ્મીરીઓને ગોળી મારી હત્યા કરી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ ઘાયલ લોકો મજૂર છે અને ત્યાં કામ કરે છે. મળતી માહિતી મુજબ આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને કામદારો પર ગોળીબાર કર્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સેનાના આતંક વિરોધી ઓપરેશન પછી આતંકવાદીઓ એક પછી એક બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે પણ આતંકવાદીઓએ વધુ બે બિન-સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે બહારના મજૂરોની હત્યા કરી હતી. અગાઉના દિવસે પણ આતંકવાદીઓએ પુલવામા અને શ્રીનગરમાં બે લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. બિહારના રહેવાસી અરવિંદ કુમારને શ્રીનગરમાં નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે યુપીના રહેવાસી સગીર અહેમદને પુલવામામાં મારવામાં આવ્યો હતો.

જમ્મુ -કાશ્મીર પોલીસે પણ કુલગામમાં આતંકવાદી હુમલાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ કુલગામના વાનપોહ વિસ્તારમાં બિન-સ્થાનિક મજૂરોના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેના અને સ્થાનિક પોલીસે અજાણ્યા આતંકવાદીઓની શોધ શરૂ કરી છે. આ મહિનાની શરૂઆતથી, આતંકવાદીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જેમાં યુપી, બિહાર સહિત કાશ્મીરી પંડિતો પણ માર્યા ગયા હતા.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે, “આતંકવાદીઓએ કુલગામના વાનપોહ વિસ્તારમાં બિન-સ્થાનિક મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 2 બિન સ્થાનિક લોકો માર્યા ગયા હતા અને એક ઘાયલ થયો હતો. પોલીસ અને SF એ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. જમ્મુ -કાશ્મીર સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી, આ આતંકવાદીઓ સાથે વ્યવહાર કરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. નાગરિકોને નિશાન બનાવ્યા બાદ સેનાએ ઘાટીમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરની ઝડપ પણ વધારી છે.