કાવેરી જળવિવાદ મામલો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીની લઈને રાજનીતિક, સામાજિક અને છાત્રાઓ સંગઠનો હાલ જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ તમિલનાડુમાં પહોંચ્યા ત્યારે તેમના વિરુદ્ધ કાળા રંગના ઝંડા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદી જયારે ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યા ત્યારે કાવેરી જળ વિવાદને લઈને તેમનો વિરોધ લોકો કરી રહ્યા હતા. DMKએ કાળા કલરનાફૂગ્ગા દેખાડીને મોદીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં મોદી ગો બેકના સુત્રો પણ લખ્યા હતા. ત્યાં જ આ મામલે દ્રવિડ મુનેત્ર કડગમેં ચીફ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિએ પણ કાળા કલરનો કુર્તો પહેરીને પ્રધાનમંત્રીનો વિરોધ કર્યો.
ડીફેન્સ એક્સ્પોમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, 500થી વધુ ભારતીય અને 150થી વધુ વિદેશી કંપનીઓને અહી જોવી એક શાનદાર અનુભૂતિ છે., શાંતિ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા એટલી જ મજબૂત છે, જેટલી પોતાના લોકો અને પોતાની જમીનને સુરક્ષિત કરવાની. પીએમ વધુમાં જણાવ્યું કે, ચાર વર્ષથી ઓછા સમયમાં 794 રક્ષા નિકાસને મંજૂરી આપી, આ નિકાસની વેલ્યુ 1.3 અજબ ડોલરથી વધુની છે.
કાવેરી જળવિવાદ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ પર પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૧૧ની તમામ મેચો અન્ય સ્થાને શિફ્ટ કરવામાં આવી શકે છે. મંગળવારે સ્ટેડિયમની બહાર પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારિયો ગ્રાઉન્ડમાં આવી ગયા હતા અને ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ લીગ મેચ દરમિયાન CSKના ફિલ્ડર રવીન્દ્ર જાડેજા પર ચપ્પલ પણ ફેકી હતી. કેટલાક તમિલ કાર્યકર્તાઓ દ્વારા કાવેરી જળ વિવાદને લઇ IPLની મેચ કરાવવાના વિરોધમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.