Mehsana News: મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધાનું થયું મોત. આ ઘટના ગોપીનાળા ખેતી બેંક પાસે બનવા પામી હતી. આ ઘટનામાં મૃત્યુ પામનાર વૃદ્ધાનું નામ રસીદાબાનું હોવાનું સામે આવ્યું છે. ગોપીનાળા ખેતી બેંક પાસે થયેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા. સીસીટીવીમાં સામે આવેલ ફૂટેજમાં દેખાય છે કે એસટી બસ ચાલકે વૃદ્ધાને કચડતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત નિપજયું. સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા એ.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. વૃદ્ધાના મોત મામલે એસટી બસ ચાલક સામે કાર્યાવહી થશે.
શહેરમા સવારના પહોરમાં એક વૃદ્ધા ચાલીને ગોળીનાળા પાસેથી પસાર થતા હતા દરમ્યાન અકસ્માતનો ભોગ બન્યા. રસ્તા પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધાને ટક્કર મારી. હિટ એન્ડ રનની આ ઘટનામાં વૃદ્ધાને ગંભીર ઇજાઓ પંહોચી હતી. અને ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન પોલીસે સીસીટીવી ચેક કર્યા. જેમાં સામે આવ્યું કે વાહનચાલકે બેદરકારીરીતે વાહન ચલાવતા અકસ્માત સર્જયો અને વૃદ્ધાને કચડી નાખી. મહેસાણા સહેર એ ડિવિઝન પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધ્યો.
આ પણ વાંચો: મહેસાણા: રેલ્વે લાઈનમા બનાવટી બોરવેલ કૌભાંડ
આ પણ વાંચો: મહેસાણા વિસનગરની હોસ્ટેલમાંથી બે કિશોર ગુમ થતાં ચકચાર
આ પણ વાંચો: મહેસાણામાં યુવતી દુષ્કર્મનો ભોગ બની
