Mahesana News: મહેસાણાના વિસનગર (Visnagar)ની હોસ્ટેલ (Hostel) માંથી બે કિશોર ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રંગાકુઈ ગામ (Rangakui Village) ની હોસ્ટેલમાંથી બે સગીર ગુમ થયા છે. યુવા વિકાસ મંડળ સંચાલિત છાત્રાલયની ઘટના પાંચ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ગુમ થઈ ગયા હતા. રાતના બે વાગ્યાના સુમારે બંને કિશોર ગાયબ થયા હતા. તપાસ કરવાં છતાં પણ તેમનો પત્તો લાગ્યો નથી. તેને લઈને વિસનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
વિસનગરના રંગાકુઈ ગામમાં યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આદર્શ કુમાર છાત્રાલય ચલાવવામાં આવે છે. આ છાત્રાલયમાં 79 બાળકો રહે છે અને બાજુમાં જ સ્કૂલ હોવાથી તેમાં અભ્યાસ કરે છે. જ્યાં પાંચ સપ્ટેમ્બરના રોજ સવારે છાત્રાલયના ગૃહપતિ ગોવિંદભાઈ વેલજીભાઈએ છાત્રાલયમાંથી બે બાળકો કોઈને જાણ કર્યા વગર નીકળી ગયાની સંચાલક ભરતભાઈ જીવણભાઈ ચૌધરીને જાણ કરી હતા, જેથી સંચાલક ભરતભાઇ દોડી આવ્યા હતા.
જ્યાં તપાસ કરતા 17 વર્ષીય હર્ષ રમેશભાઈ અને 16 વર્ષીય યશવર્ધન શૈલેષકુમાર બારડ હાજર મળી આવ્યા ન હતા. જ્યાં છાત્રાલયના અન્ય બાળકોની પૂછપરછ કરતાં આ બંને બાળકો તારીખ ચાર સપ્ટેમ્બર 2024ની રાતે 11 વાગ્યા સુધી વાંચતા હોવાનું જણાવ્યું હતું, જેમાં હોસ્ટેલના સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રિના બે વાગ્યે બંને વિદ્યાર્થીઓ બહાર સંડાસ બાથરૂમ બાજુ જતા જોવા મળ્યા હતા.
આ અંગે છાત્રાલયમાંથી જતા રહેલા બાળકોના વાલીઓને ફોન કરી જાણ કરવામાં આવી હતી. જો કે વાલીઓએ સગા સંબધીઓ તેમજ મિત્રોના ઘરે શોધખોળ બાદ પણ બંને યુવકો ન મળતાં સંચાલક ભરતભાઈ જીવણભાઈ ચૌધરીએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતઃ હ્યુમન ટ્રાફિકિંગની શંકા, સુરતથી ગુમ કિશોરી અમદાવાદથી મળી આવી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં હજી પણ ગુમ છે 27 લોકો