Mahesana News/ મહેસાણામાં યુવતી દુષ્કર્મનો ભોગ બની

પીડિતા દુષ્કર્મનો ભોગ બનતા મલેક સાહિલ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Top Stories Gujarat

Mahesana News: મહેસાણામાં Mahesana કડીમાં Kadi યુવતી સાથે દુષ્કર્મ Rape આચર્યું હોવાની ઘટના સામે આવતી સનસનાટી મચી ગઈ છે. 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવા મામલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં Nandasan Police Station ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણામાં જુવાનજોધ 19 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી નંદાસણ ખાતે મહેક સાહિલ નામના શખ્સે અમદાવાદમાં કોઈ રૂમ રાખી યુવતીને લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. પીડિતા દુષ્કર્મનો ભોગ બનતા મલેક સાહિલ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાટણમાં પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમે 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પોતાની હવસનો સિકાર બનાવી હતી. હોટલોમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. તેમજ ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. સગીરા પાસેથી પૈસા ખંખેરવા માટે અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપતા સગીરાએ ત્રસ્ત થઈ જતાં પરિવારને જાણ કરી હતી, બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણ બી ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો હેઠળ પાટણના પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અગાઉ પણ કડીમાં સગીર પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં કડીના રાજીવનગરમાં રહેતા બે શખ્સોએ કડી-ઉંટવા રોડ પર આવેલી ઓઈલ મિલની ઓરડીમાં અને તળાવ પાસે બાવળની ઝાડીમાં લઈ જઈ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. બંને શખ્સો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે પીડિતાએ તમામ હકીકત પરિવારને જણાવતા તેમણે કડી પોલીમાં બંને શખ્સો સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

ગઈકાલે સુરતમાં વિધીને બહાને એક ત્યક્તા સાથે એક મહારાજ સહિત 2 જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. તે સિવાય આરોપીએ મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. આ બનાવની વિગત મુજબ સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના પાંચ મહિના અગાઉ છુટાછેડા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ

આ પણ વાંચો:વલસાડમાં બારે મેઘ ખાંગા, વાપી 13 ઈંચ વરસાદમાં જળબંબાકાર

આ પણ વાંચો:હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન, 36 લોકોની ધરપકડ