Gujarat Crime News/ હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન, 36 લોકોની ધરપકડ

સાયબર ક્રાઈમની ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. 3 અલગ અલગ મોડસ ઓપરેન્ડી આચરી છેતરપિંડી……….

Top Stories Gujarat Breaking News

Gujart News: હૈદરાબાદ Hyderabad સાયબર ક્રાઈમ સેલે Cyber Crime Cell ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા 36 લોકોની ધરપકડ Arrest કરી મોટી કાર્યવાહી કરી છે. જેમાં અંદાજે 1000 ગુનાઓ Crime આચરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્ું છે.

સાયબર ક્રાઈમની ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી છે. 3 અલગ અલગ મોડસ ઓપરેન્ડી Modus Operandi આચરી છેતરપિંડી કરવામાં આવતા હૈદરાબાદ સાયબર ક્રાઈમ સેલે ગુજરાતમાંથી રાજકોટ, સુરતના આરોપીઓ પકડાયા છે. અધિકારીના જણાવ્યા મુજબ મોડસ ઓપરેન્ડીથી 983 જેટલાં ઓનલાઈન ગુના Online Crime આચર્યા હતા. ઈન્વેસ્ટમેન્ટ, ફ્રોડ અને KYCના નામે કરતાં છેતરપિંડી કરતા હતા. લોભામણી લાલચો આપી  રોકાણમાંથી ઉંચુ વળતરની લાલચ આપી ચિટીંગ કરતા હતા, જેની પણ મોટા પ્રમાણમાં ફરિયાદો મળી હતી.

ત્યારે પોલીસ ઈન્વેસ્ટિગેશનમાં આ પ્રકરણમાં જોડાયેલા રાજકોટના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ચુડાસમા કુલદીપ, જાડેજા દૈવત અને કેતન સિનોજિયાની ધરપકડ કરાઈ છે. તો બીજી બાજુ સુરતના CA નિકુંજ કાનાણી અને પ્રવિણ વસોયાની પણ ધરપકડ કરાઈ છે. એવું જાણવા મળ્યું છે કે આરોપીઓ નિકુંજ અને પ્રવિણ ફેક ટ્રેડિંગ એપથી છેતરપિંડી કરતા હતી. સાથે સાગર પ્રજાપતિ અને કિરીટ પરમાર નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉપરાંત, આરોપીઓ મની લોન્ડરિંગ Money Laundering થયું હોવાનું ધમકાવીને છેતરપિંડી Cheating આચરતાં હતા.  સાગર પ્રજાપતિ અને કિરીટ લોકોને ધમકાવી આચરતાં છેતરપિંડી. આરોપીઓ લોકોને મુંબઈ પોલીસમાં હોવાનું કહી ધમકાવી છેતરપિંડી આચરતાં હતા. જેમાં ઝડપાયેલ આરોપીઓ જુદાં જુદાં 1000 ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. અલગ-અલગ 20 કેસમાં 12 કરોડના આરોપસર કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.

આરોપીઓેને ઝડપી તેમની પાસેથી રોકડ રકમ, સોનુ, લેપટોપ ચેકબુક સહિત 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યું છે. નકલી સ્ટેમ્પસ અને નકલી FIR પણ આરોપીઓ પાસેથી જપ્ત કરાઈ છે. નકલી RBI અને CBIના લેટર પણ તૈયાર કરવામાં આવ્યા હતાં જેથી નકલી હોવાનો પર્દાફાશ ન થાય.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સમગ્ર ગુજરાત 5 દિવસ વરસાદમાં તરબોળ થશે

આ પણ વાંચો:જજના નામે લાંચ માંગનારો ખાનગી વકીલ જેલ હવાલે

આ પણ વાંચો:રાજકોટ લોકમેળામાં રાઈડ્સની મજા માણી શકાશે