Gujarat News : ચાર લાખ રૂપિયાની લાંચના કેસમાં ઝડપાયેલા આરોપી સલીમ આઈ. મન્સુરીને છાતીમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં તે સ્વસ્થ થતા રજા અપાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ આ કેસમાં ફરિયાદી સામે ભરૂચ જિલ્લા પોલીસમાં દાખલ થયેલા ફોજદારી ગુનાનો કેસ ભરૂચના એડિ.ચીફ જ્યુડિશીયલ કોર્ટમાં ચાલતો હતો.
આ કેસ ફાયઈનલ દલીલ પર પેન્ડીંગ હતો. આ કેસમાં ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ આપવાનું જણાવી આરોપી ખાનગી વકીલ સલીમ મન્સુરીએ જજના નામે પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. બીજીતરફ આરોપી પોતે આ કેસમાં ફરિયાદી તરફેના એડવોકેટ હતા.આ કેસમાં લાંચની રકમના પ્રથમ રૂ.4,00,000 લેવાનું નક્કી થયું હતું.
જોકે ફરિયાદીએ લાંચ આપનવાને બદલે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીએ જાળ બિછાવીને ચાર લાખની લાંચ લેતા આરોપી સલીમ મન્સુરીને રેગંહાથ ઝડપી લીધો હતો. જોકે એસીબીના હાથે ઝડપાઈ જતા આરોપીને છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ તે સ્વસ્થ થતા ભરૂચ એસીબી પોલીસે સલીમ મન્સુરીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો:જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકોનો દેખાવો, બેનરો – સૂત્રોચાર સાથે કરાયો વિરોધ
આ પણ વાંચો:ફરજ પર સૈનિક શહીદ થયા બાદ પરિવારમાં માતા-પિતા કે પત્ની કોને મળશે પેન્શન? સરકારે કરી સ્પષ્ટતા