Bhavnagar News/ મહુવાના નીચકોટડામાં અલ્ટ્રાટેક માઈનિંગનો વિરોધ

સ્થળ પર એકત્ર થયેલા ગ્રામજનોએ માઈનિંગ (Mining) કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું

Gujarat Others
ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકાના નીચકોટડા ગામ (Nichkotda Village)માં અલ્ટ્રાટેક કંપનીની માઈનિંગ (Mining) કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Bhavnagar News : ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકાના નીચકોટડા ગામ માં અલ્ટ્રાટેક કંપનીની માઈનિંગ (Mining) કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામની આસપાસ ગત રાત્રે માઈનિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ખનન સ્થળે પહોંચી ગયા હતા.

સ્થળ પર એકત્ર થયેલા ગ્રામજનોએ માઈનિંગ  કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખનન પ્રવૃત્તિથી પર્યાવરણ, ખેતી અને ગામના રહેવાસીઓના જીવન પર અસર પડી શકે છે. તેથી કોઈપણ સંજોગોમાં ગામની આસપાસ માઈનિંગ (Mining) થવા દેવામાં નહીં આવે.

વિરોધ દરમિયાન ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ઘટનાને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. જોકે, સ્થિતિ પર નજર રાખવા માટે સ્થાનિક તંત્ર અને સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હાલમાં ગ્રામજનો અને કંપની વચ્ચેનો આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકાર અને માઈનિંગ કંપનીઓને મોટો ફટકો

આ પણ વાંચો : ઓકટોબરમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો, દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો, ઉત્પાદનમાં 26 મહિનાનો સૌથી મોટો ઘટાડો, માઇનિંગ-વીજ ઉત્પાદનમાં નબળા

આ પણ વાંચો : ગાંધીનગરમાં રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો પ્રારંભ