- ભાવનગર શહેરમાં આખલાનો આતંક
- આખલાએ એક વ્યક્તિને લીધો અડફેટે
- સરદારનગર નજીક આખલાએ લીધો અડફેટે
- સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ
ભાવનગરમાં હવે ઢોરો નો ત્રાસ વધતો જઇ રહ્યો છે. રોડ અને રસ્તા પર ઉભા રહેતા ઢોર આતા જતા લોકો પર અચાનક હુમલો કરે છે, જેમા ઘણીવાર લોકોને મોટી ઈજા પહોંચે છે. હવે ભાવનગર શહેરથી એક ઘટના સામે આવી છે, જેમા એક આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો છે.
આ પણ વાંચો – ભારતના પ્રવાસે / રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતનાં પ્રવાસે, સંબંધો મજબુત બનાવવા કવાયત
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અવાર-નવાર ઢોરનાં ત્રાસથી જનતાની ફરિયાદ તંત્ર સુધી પહોંચે છે પરંતુ જમીનીસ્તર પર કામ કેટલુ થાય છે તે જનતા પણ જાણે છે. ઢોરનો ત્રાસ હવે ભાવનગરમાં પણ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં આવેલા સરદારનગર નજીક એક આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જે ઘટના CCTV માં કૈદ થઇ હતી. આ વીડિયો જોયા બાદ સમજી શકાય છે કે, આ આખલો રસ્તે ઉભો છે અને આવતા જતા લોકો પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે સફળ થતો નથી. જ્યારે એક વ્યક્તિ પોતાના ઘરમાંથી બહાર નીકળે છે અને પોતાના વાહન તરફ જાય છે ત્યારે આ નજીક ઉભો આખલો અચાનક હુમલો કરી દે છે. વ્યક્તિ કઇ સમજે તે પહેલા આખલો તેના પર હુમલો કરી દે છે, જેમા શખ્સ જમીન પર પડી જાય છે. દરમિયાન શખ્શનાં પરિવારજનો બહાર આવે છે અને આખલાને હટાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ આખલો એટલો જિદ્દી સાબિત થાય છે. દરમિયાન ત્યા હાજર લોકોમાંથી એક લાકડી લઇને આવે છે ત્યારે આ આખલો ત્યાથી ભાગી જાય છે. આ દરમિયાન જે વ્યક્તિ પર આખલાએ હુમલો કર્યો હતો તે ઉભો પણ થઇ શકતો નથી. વીડિયો જોઇને સમજી શકાય છે કે તે શખ્સને કેટલી ઈજા પહોંચી હશે. આ હુમલા બાદ હવે જોવાનુ રહેશે કે તંત્ર નિંદરમાંથી બહાર આવે છે કે કેમ?
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
https://youtu.be/B72E5YW-3G8
