અમદાવાદીઓ એક તરફ ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં વધુ એક વખત પલટો જોવા મળી રહ્યો છે. ગુરુવારે શહેરના ઘણા વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો.
જેના લીધી શહેરીજનોને સ્વેટરની સિઝનમાં રેઈનકોટ પહેરીને બહાર નીકળવું પડ્યું હતું. ગુરૂવારે ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં હાથીજણ વિસ્તારના વિવેકાનંદ નગર,વાડજ અને થલતેજમાં જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અંબાજી, કચ્છ અને મહેસાણાના બહુચરાજી સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં વરસાદના કારણે લોકોને હાલકીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસથી ઘરે જઈ રહેલા લોકોને વરસાદ નડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
