Ahmedabad/ ક્રાઈમબ્રાંચે રાણીપથી, તો SOG ક્રાઈમે પાનકોરનાકાથી હથિયાર સાથે ઈસમને પકડયો

ક્રાઈમબ્રાંચે રાણીપથી, તો SOG ક્રાઈમે પાનકોરનાકાથી હથિયાર સાથે ઈસમને પકડયો

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્યારે ચુંટણી પરિણામ સમયે કોઈ પણ જગ્યાએ કાયદો વ્યવસ્થા ન બગડે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની ક્રાઈમ એજન્સીઓ સતર્ક બની છે.  ત્યારે એક જ દિવસમાં બે ઈસમોને હથિયાર સાથે ઝડપી પાડવામા આવ્યા છે.  પહેલી ધટનાની વાત કરીએ તો શહેર ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે એક ઈસમ રાણીપ જી.એસ.ટી બ્રીજ તરફથી રાણીપ નોબલ નગર થઈને વ્યાસવાડી તરફ જવાનો છે જે ઈસમની પાસે ગેરકાયદેસરર હથિયાર છે.  જેથી ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી બગોદરાનાં મેમણ નવાપુરાનાં જયેશ પરષોત્તમ ગોહિલની ધરપકડ કરી તેની પાસેથી 25 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ કબ્જે કરી છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આ હથિયાર તે એક મહિના પહેલા યુપીથી પવન તિવારી નામનાં મીત્ર પાસેથી લાવ્યો હતો. જેથી ક્રાઈમબ્રાંચે આ મામલે બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચુંટણી અનુસંધાને શહેરની એસ.ઓ.જી ક્રાઈમની ટીમ પણ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીનાં આધારે પાનકોરનાકા, બીસ્કીટવાળી ગલીનાં નાકેથી ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે નાસીર ખાન ઉર્ફે ખન્ના પઠાણની ધરપકડ કરી અને હથિયાર કબજે કર્યો છે એસ.ઓ.જી કાઈમે આરોપી આ હથિયાર કોની પાસેથી લાવ્યો તેમજ કેટલા સમયથી તેની પાસે છે તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.

Election Result / ભાજપ ગ્રામ્યમાં ગાજ્યું, નાના શહેરોમાં પણ કોંગ્રેસ દાઝ્યું, અપાયા અનેક રાજીનામા

Election Result / મને તો હવે કોંગેસની ચિંતા થાય છે : ડે. સીએમ નીતિનભાઈ પટેલ