Not Set/ ધરમપુરના ડીઝલ કૌભાડ કેસનો વોન્ટેડ આરોપી પકડાયો

આરોપી પકડાયો

Gujarat

ધરમપુરના લાકડમાળ ગામે બેઝ ઓઈલમાંથી કોઈપણ મંજૂરી વગર બાયો ડીઝલ બનાવવાની ચાલતી કામગીરી સ્થળે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 37 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. એક આરોપીની પોલીસે કચ્છથી ધરપકડ કરી હતી. આજે ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

લાકડમાળ ગામેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડા પાડિને બેઝ ઓઈલમાંથી બાયો ડીઝલ બનાવવાનું વિના કોઈ પમ લાઇસન્સ વગર ચાલતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં વોન્ટેડ આરોપી ઇમરાન મેમણની પોલીસે કચ્છ તેના નિવાસ્થાનેથી ધરપકડ કરી વાપી લઇ આવી હતી. જે બાદ આજે તેને ધરમપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા ધરમપુર નામદાર કોર્ટે આરોપી ઇમરાન મેમણના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે લાકડ માળ ગામે ચાલતો હતો પતરાના શેડમાં બાયો ડીઝલ બનાવવાનો કારોબાર પોલીસે તેની પાસે બાયોડીઝલ બનાવવા અંગેના દસ્તાવેજો માંગ્યા હતા પરતું તેની પાસે નૈ હોવાથી તેની ધરપકડ કરી હતી..   પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયો ડીઝલ બનાવવાના મળી આવેલા આધાર પુરાવા, બિલ વગરના રૂપિયા 37,22,885 લાખના મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.