ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માટે મહાનગરોનાં કોંગ્રેસનાં ઉમેદવારોની યાદીએ જાણે કે જ્વાળામુખીનું કામ કર્યું હોય તેવી રીતે કહી શકાય કે યાદી બહાર અવતા જ કોંગ્રેસમાં અસંતોષ અને ખેચતાણનો લાવા પણ બહાર આવ્યો અને અંદરો-અંદરનો જ વિનાશ વેરાતો જોવામાં આવ્યો. અનેક નેતાઓ નારાજ થયા, વાદવિવાદ થયા, રાજીનામા આપવામાં આવ્યા, પક્ષ પલટાના કિસ્સા પણ સામે આવ્યા અને જે નેતા પક્ષ છોડી ન શક્યા તેના દ્વારા વિવિધ પ્રકારનાં આક્ષેપો પણ કરવામાં આવ્યા. આવા જ સનસનીખેજ આક્ષેપો કોંગ્રેસનાં પ્રદેશ ઉપપ્રમુખ સોનલ પટેલ દ્વારા પણ કરવામાં આવ્યા અને કોંગ્રેસનાં અમુક નેતાનાં નામ જોગ આક્ષેપો કરવામાં આવ્યા.
કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલના આક્ષેપને લઇને સોનલ પટેલને કોંગ્રેસમાંથી કરવામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલ દ્વારા 20 લાખ લઈને ટિકિટ વેંચવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો તો સાથે સાથે નેતાઓનો પલ્લુ પકડી ચાલતી રુપલલનાને ટિકિટો આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપોનાં કારણે સોનલ બેન પટેલને તેમનાં હોદ્દા પરથી દૂર કરાયા છે.
જ્યારે સોનલ બેન પટેલને તેમનાં હોદ્દા પરથી દૂર કરાયા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ દ્વારા સોનલ બેન પટેલ ખૂબ જ સારા કાર્યકર છે તેવું જણાવ્યાની સાથે સાથે તેણીને કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકર પણ ગણાવવામાં આવ્યા છે. તો ચાલો જોઇએ આ વીડિયો અહેવાલ અને જાણીએ શું કહ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા અધ્યક્ષ ગાયત્રી બા વાઘેલા પોતાનાં નિવેદનમાં….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
