આસામ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે છે. ત્યારે તેઓએ આસામના ગુવાહાટીમાં જનસભા સંબોધિત કરશે. જેમાં તેઓએ બ્રહ્મપુત્રા નદી પર પુલની આધારશિલા રાખી હતી. જેમાં બ્રહ્મપુત્રા નદી પર 6 લેન પુલ બનશે.
આ જનસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન જણાવ્યુ હતુ કે સમર્પિત ભારત માટે દેશ માટે અને સમાજ જેને યોગદાન આપ્યુ તેને ઓળખવામાં દશકાના દશકા વીતી ગયા. આપણને ખુશી થાત જો ભુપેન દા આપણી વચ્ચે હોત અને પોતાના હાથે ભારતરત્નનુ સમ્માન લેતા હોત.
પીએમ મોદીએ ભારત રત્ન ભૂપેન હજારિકાને પણ યાદ કરતાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેઓએ સવાલ કર્યો, છેવટે એવું કેમ થઈ રહ્યું છે કે કેટલાક લોકો માટે જન્મ લેતાં જ તેમના માટે ભારત રત્ન નક્કી થઈ જતો હતો.
દેશના માન-સન્માન માટે જેઓએ જીવન ખર્ચી દીધું તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા? મને ગર્વ છે કે ભાજપની સરકારે આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઈ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.
