Ahmedabad News : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં હત્યાનો ચકચારી કિસ્સો બન્યો છે. જેમાં ગુલઝારપાર્ક ગેટ નંબર 3 પાસે એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવતા આ વિસ્તારમાં ભય ફેલાયો હતો. આ હત્યા પાઠળ પૈસાનું કારણ જવાબદાર હોવાનું કહેવાય છે.
જેમાં જેની હત્યા થઈ છે તે મૃતક લગ્ન કરાવવામાં વચ્ચે રહ્યો હતો. મૃતક છુટુ કરાવવા માટે 10 લાખ રૂપિયા માંગતો હોવાનું કહેવાય છે. જેમાં તે રૂપિયા માટે છેલ્લા એક વર્ષથી હત્યારાને ટોર્ચર કરતો હતો. આખરે કંટાળીને પરેશાન થયેલા યુવકે તેને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં પોલીસે હત્યારાને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ધોળકા હાઈવે પર ભયંકર અકસ્માતમાં 5 ના ઘટનાસ્થળે મોત, 2 ની હાલત ગંભીર
આ પણ વાંચો: ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત
આ પણ વાંચો: અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત
