Gujarat Weather/ ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધશે

નર્મદા જિલ્લામાં ગાઢ ધુમમ્સની ચાદર છવાઈ ગઈ છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં ફરીથી ઠંડીનું (Cold Weather) જોર વધશે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડીમાં વધારો થતાં લોકો તાપણું કરતા પણ જોવા મળ્યા છે. નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે.  4 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

નર્મદા જિલ્લામાં ગાઢ ધુમમ્સની ચાદર છવાઈ ગઈ છે. તિલકવાડા, ગરૂડેશ્વરમાં ધુમ્મસભર્યું (Fog) વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી જિલ્લામાં ગાઢ ધુમમ્સ છવાયું. ધુમમ્સ છવાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.  વાહન ચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું આવે તેવી સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને મહિસાગરનો સમાવેશ થાય છે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય; તે પછી, આ પ્રદેશમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 29 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસે.થી 10 જાન્યુ. 2025 સુધી હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણ વખતે પવન સારો રહેશે, એવું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતમાં ઠંડી પડવાની શક્યતા છે. ઉ.ગુજરાત સહિત સાબરકાંઠામાં તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.  ઉ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 24 કલાક તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, હાડ થીજવતી ઠંડી પડશે

આ પણ વાંચો:ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ

આ પણ વાંચો: પહાડોમાં હિમવર્ષા વધી, દિલ્હી સહિત ઉત્તર ભારતના હવામાનની સ્થિતિ જાણો