Gujarat Weather News: ગુજરાતમાં તાપમાન અને ભેજનું પ્રમાણ ઊંચું રહેવાને કારણે શુક્રવારે દિવસના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબિલિટી (Poor Visibility) નબળી રહી હતી. સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી જેમાં સાબરકાંઠા, ખેડા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં 1 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું આવે તેવી સંભાવના છે. અન્ય જિલ્લાઓમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને મહિસાગરનો સમાવેશ થાય છે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય; તે પછી, આ પ્રદેશમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.”
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી ઠંડીને લઈ જણાવતા કહ્યું કે, આગામી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠું જોવા મળશે. આગામી 24 જાન્યુઆરીથી રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. ફેબ્રુઆરીમાં ઊભા પાકોમાં હિમ પડશે. 29 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસે.થી 10 જાન્યુ. 2025 સુધી હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણ વખતે પવન સારો રહેશે, એવું અનુમાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતમાં ઠંડી પડવાની શક્યતા છે. ઉ.ગુજરાત સહિત સાબરકાંઠામાં તાપમાન 10 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ઉ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 8 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે.
રાજ્યના ઉત્તર સૌરાષ્ટ્ર, અમરેલી, જુનાગઢ અને વલસાડ, રાજકોટમાં આક્રમક ઠંડી પડશે. બંગાળના ઉપસાગરમાં 10 જાન્યુઆરી આસપાસ સિસ્ટમ બનશે, તો બીજી બાજુ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વાદળો ઘેરાશે. આગામી 3થી 10 જાન્યુ.માં સમગ્ર રાજ્યમાં વાદળો ઘેરાયેલા જોવા મળશે.
આ પણ વાંચો:ઉતરાયણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીએ શું કહ્યું ? પવનની ગતિ કેવી રહેશે ?
આ પણ વાંચો:ગુજરાતના વાતવરણમાં પલટો, કમોસમી વરસાદની શક્યતાથી પાક બગડવાની ભીતિ
આ પણ વાંચો: પહાડોમાં હિમવર્ષા વધી, દિલ્હી સહિત ઉત્તર ભારતના હવામાનની સ્થિતિ જાણો