દેશમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે..ત્યારે ચૂંટણી પ્રચાર માટે EC એ રોડ શો, વાહન રેલી પર પ્રતિબંધ લંબાવ્યો છે.
આ પણ વાંચો: અન્ના હજારે એકવાર ફરી બેસી શકે છે અનશન પર, જાણો શું છે કારણ
ચૂંટણી પંચે રવિવારે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે રોડ શો, પદ યાત્રા, સાયકલ અને વાહન રેલીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધને લંબાવ્યો હતો, પરંતુ રાજકીય સભાઓ સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી હતી.
ચૂંટણી કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખુલ્લી સભાઓ, બંધ ઈમારતોમાં સભાઓ અને રેલીઓના સંદર્ભમાં પ્રતિબંધો વધુ હળવા કરવામાં આવ્યા છે, પરંતુ બંધ ઓડિટોરિયમની 50 ટકા ક્ષમતા અને ખુલ્લા મેદાનની 30 ટકા ક્ષમતા જેટલા લોકો જ તેમાં હાજરી આપી શકશે….
આ ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર માટે મહત્તમ 20 લોકોની મર્યાદા પહેલાની જેમ જ રહેશે. પ્રચાર પરનો પ્રતિબંધ રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી અમલમાં રહેશે. દેશમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લંબાવ્યો છે.
આ પણ વાંચો:લતાજીએે ‘અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું, ત્યારે નેહરુની આંખો ભીની થઈ હતી
આ પણ વાંચો:લતા મંગેશકરનું નિધન, ભૂમિ પેડનેકરથી લઈને ગુરુ રંધાવાએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
