Not Set/ 26 બેઠકો જીતી લેવાના નિર્ણયથી ગુજરાતમાં ભાજપનો પ્રચાર શરૂ

‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ કોંગ્રેસ પાસે નેતા અને નીતિ નથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમની શરૂઆત સાથે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે લોકસભાની બધી 26 બેઠકો જીતવાની જ છે. કોંગ્રેસમાં નેતા અને નીતિ નથી પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાયેલા […]

Top Stories Ahmedabad Gujarat Politics

‘મેરા પરિવાર ભાજપ પરિવાર’

કોંગ્રેસ પાસે નેતા અને નીતિ નથી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમની શરૂઆત સાથે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે લોકસભાની બધી 26 બેઠકો જીતવાની જ છે.

કોંગ્રેસમાં નેતા અને નીતિ નથી

પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાયેલા ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ પ્રોગ્રામમાં  અમિત શાહ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય ભાજપના પ્રમુખ જિતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર હતા. અમિત શાહે  ‘ભારત માતા કી જય’ સાથે તેમનું સંબોધન શરૂ કર્યું હતું. તેમણે ગુજરાતની બધી 26 બેઠકો જીતવાનો સંકલ્પ લીધો હતો. “આજથી, બીજેપીએ 2019 માટે ચૂંટણી પ્રચારની ઝુંબેશ શરૂ કરી દીધી છે.” કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમની પાસે ન તો નેતા અને નીતિ છે