Not Set/ સુરતનાં બિલ્ડર્સની સાઇટનો ગેરકાયદે કબ્જો લેનાર સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગનાં સાગરીતો ઝડપાયા

સુરતના બિલ્ડર્સની સાઇટનો ગેરકાયદેસર કબ્જો લેનાર સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગ ઝડપાઇ ગઇ છે. વ્યાજાતંક અને ખંડણીનાં આ મામલામાં સુરતની સરથાણા પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરી ગેંગનાં 4 સાગરીતોને ઝડપી પડ્યા હતા. શહેર પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમે પકડાયેલા શખ્સો ની પૂછપરછ હાથ ધરવામાં આવતા સરથાણા પોલીસ ની હદ ના બિલ્ડર રાજુ દેસાઈ ની સાઇટ […]

Gujarat Surat

સુરતના બિલ્ડર્સની સાઇટનો ગેરકાયદેસર કબ્જો લેનાર સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગ ઝડપાઇ ગઇ છે. વ્યાજાતંક અને ખંડણીનાં આ મામલામાં સુરતની સરથાણા પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરી ગેંગનાં 4 સાગરીતોને ઝડપી પડ્યા હતા. શહેર પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સહિત ટીમે પકડાયેલા શખ્સો ની પૂછપરછ હાથ ધરવામાં આવતા સરથાણા પોલીસ ની હદ ના બિલ્ડર રાજુ દેસાઈ ની સાઇટ ઉપર ચાર દિવસથી ગેરકાયદેસર કબ્જો જમાવ્યો હોવાની વિગતો સામે આવી છે.

પકડાયેલા ચાર શખ્સોની 4 રિવોલ્વર, ધારીયા, ચાકુ સહિતનાં હથીયારો સાથે ધરપકડ કરાઈ હતી. આ મામલામાં સૌરાષ્ટ્રની કુખ્યાત ગેંગના માણસો હોવાની વાત સામે આવી રહી છે. તમામ પકડાયેલા આરોપી જૂનાગઢનાં હોવાનું સામે આવે છે, તો જેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તે રાજકોટ જીલ્લાનાં ગોંડલ અને જૂનાગઢ જીલ્લાનાં કુખ્યાત હોવાની અને અનેક ગુનામાં પૂર્વે પણ સંડોવાયેલા હોવાનું સામે આવે છે. 

તમામ મામલે હકીકતો ચકાસવામાં આવતા સુરતના બિલ્ડર રાજુદેસાઈએ 4 કરોડ રૂપિયા ધંધા આર્થે વ્યાજે લીધા હતા, જે રાજુ દ્વારા જેની પાસેથી વ્યાજે લીધેલા તેને પાછા પણ આપી દેવામાં આવ્યા હોય, છતા પણ આ ગેંગ રાજુ પાસે 33 કરોડની માંગણી કરતા હોય તેવી વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. રાજુએ  ખોખરીયા નામના ફાયનાન્સર પાસે વ્યાજે રૂપિયા લીધા હતા તેવું સામે આવે છે. વ્યાજનાં હિસાબની માથાકૂટમાં છેવટે સૌરાષ્ટ્રના ગેંગસ્ટરને હવાલો મળ્યો હતો અને સમગ્ર પ્રકરણ બનવા પામ્યું છે. 

ચાર દિવસથી ગેંગના માણસોએ બિલ્ડીંગ સાઇટ ઉપર કબ્જો કરી લીધો હતો, રાજુ દેસાઇ દ્વારા પોલીસને આ મામલે ફરિયાદ કરવામાં આવી અને પોલીસ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનમાં સ્થળ પર રેડ કરી તમામને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો તો ફક્ત ફોલ્ડરો હોવાનું સામે આવી રહ્યુ છે. ઉચ્ચ પોલીસ અધિકારી અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર મામલે સૌરાષ્ટ્રની ગેંગની સંડોવણી ખુલી રહી છે અને તમામ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews