Ahmedabad News/ અમદાવાદના બાપુનગરમાં ટ્યુશન ક્લાસમાં બબાલ, સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીને મારી છરી

અમદાવાદ અને સુરતમાં વિદ્યાર્થી પર વિદ્યાર્થીના હુમલાના બનાવ બન્યા છે. અમદાવાદમાં ટ્યુશન ક્લાસમાં તો સુરતમાં પાંડેસરા સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. બંને કિસ્સામાં ગુનેગાર વિદ્યાર્થીઓ સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં Knife attack, ટ્યુશન ક્લાસમાં થયો હુમલો

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર (Bapunagar)માં ટ્યુશન ક્લાસમાં બબાલ થતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી (Knife Attack) દીધી છે. ધોરણ 11ના ટ્યુશન ક્લાસમાં આ બનાવ બન્યો હતો. બાપુનગર પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી હીરાવાડી પાસે ભોમિયા ડેરી નજીક અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર ટ્યુશન ક્લાસ(Knife attack)માં છરી વડે હુમલો થયો છે.

ક્લાસમાં બેસવાની બાબતને થઈને બબાલ હિંસક હુમલા(Knife attack)માં પરિણમી

આ પ્રકરણમાં જોઈએ તો ટ્યુશન ક્લાસ (Tuition Class)માં બેસવાની બાબતને લઈને થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર બની હતી. તેનો ખાર રાખીને એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી હતી. આરોપી વિદ્યાર્થી (Accused Student) હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હુમલાની આ ઘટનાના પગલે ચોતરફ ચકચાર મચી જવા પામી છે.

બાપુનગર પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી

આ બનાવના પગલે તરત જ બાપુનગર પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે તરત જ ભાગેડુ સગીર આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે. હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસે આ ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસમાં બેસવાની નજીવી બાબતે 11મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુ હતું.

ફક્ત બીજા રૂમમાં બેસવાનું કહેતા અદાવત રાખી કર્યો હુમલો

પોલીસના જણાવ્યા મુજબ 15 માર્ચના રોજ ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યા ન હોવાથી ભોગ બનનાર સગીરે તેના સાથી વિદ્યાર્થીને બીજા રૂમમાં બેસવા જણાવ્યું હતું. આ વાતની અદાવત રાખીને સગીર આરોપીએ હીરાવાડી નજીક ભોમિયા ડેરી પાસે વિદ્યાર્થીને આંતર્યો હતો. અહીં બંને વચ્ચે ફરીથી બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. તેના પછી સગીર હુમલાખોર વિદ્યાર્થીએ પીડિત વિદ્યાર્થીને છરીના ઘા ઝીંક્યા હતા અને ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં

આ હુમલાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને અન્ય મિત્રોની મદદથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હાલમાં તે સારવાર હેઠળ છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવોમાં થઈ રહેલો વધારો વાલીઓ અને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે. આ અગાઉ પણ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાની હિંસક ઘટના બની ચૂકી છે.


આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં મોનીટર વિદ્યાર્થી પર હુમલો, જૂની અદાવત સામે આવી…..

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના : સુરતમાં કિશોર દ્વારા બાળક પર ચાકૂથી હુમલો

આ પણ વાંચો: સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદ, 25 સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણ શરૂ થવાની શક્યતા