Cyber Fraud/ સાઇબર ગુનેગારોનું અનોખું તરકટઃ વેપારી પાસેથી 2.10 કરોડ પડાવ્યા

અમદાવાદમાં નવરંગપુરાના વેપારી પાસે અનોખી રીતે સાઇબર ગુનેગારોએ 2.10 કરોડની છેતરપિંડી આચરી છે. તેઓએ નવાબ મલિકના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવીને અને તેમણે તાઇવાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ધરપકડની ધમકી આપી 2.10 કરોડની છેતરપિંડી આચરી હતી.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 28T141301.171 સાઇબર ગુનેગારોનું અનોખું તરકટઃ વેપારી પાસેથી 2.10 કરોડ પડાવ્યા

અમદાવાદઃ અમદાવાદમાં નવરંગપુરાના વેપારી પાસે અનોખી રીતે સાઇબર ગુનેગારોએ 2.10 કરોડની છેતરપિંડી આચરી છે. તેઓએ નવાબ મલિકના મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવીને અને તેમણે તાઇવાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ધરપકડની ધમકી આપી 2.10 કરોડની છેતરપિંડી આચરી હતી.

વેપારીને ગુનેગારોએ સાઇબર સેલના ડીસીપી, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના આઇપીએસ અને પીઆઈના નામે વાત કરી હતી. તેઓને એનસીપીના નેતા અને મની લોન્ડરિંગ કેસના આરોપી નવાબ મલિક સાથે સંબંધ રાખો છો અને તમે તાઇવાન મોકલેલા પાર્સલમાંથી એમડી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ધરપકડની ધમકી આપી હતી.

વેપારી મિનેશકુમાર એન્જિનિયરે ગાંધીનગર સીઆઈડી સાઇબર ક્રાઇમ સેલમાં ફોન પર ખોટી રીતે મુંબઈ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. તેની સાથે મની લોન્ડરિંગ કેસના આરોપી સાથે નવાબ મલિક સાથે સંબંધ રાખો છો તેમ કહી તેમને રીતસરના ધમકાવ્યા હતા. મીનેશકુમાર મશીનરીનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટ આપવાનો બિઝનેસ કરે છે. તેમને ઉપરોક્ત બાબતો અંગે જણાવીને ધમકી આપી હતી કે તમને આ કેસના ગુનામાં આ જીવન કેદની સજા થઈ શકે છે. તેનાથી બચવું હોય તો  આટલા રૂપિયા આપી દો. આમ કહીને તેમણે પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરાવી હતી. તેમને ધમકી આપી હતી કે આ કેસની બીજા કોઈને પણ વાત કરશો તો દસ મિનિટમાં પકડાઈ જશો. તેથી રકમ અમારા કહ્યા મુજબ ટ્રાન્સફર કરો નહીં ત્યાં સુધી વાત કરતા નહી. તેના પછી આરોપીઓએ મિનેશકુમારના ડીમેટ ખાતામાં પડેલા શેર વેચાવી દઈને 2.10 કરોડ રૂપિયા ખંખેરી સ્કાયપી આઇડી બંધ કરી દીધું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો

આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો