અમરેલી/ એક દાયકા પહેલા બનેલા સાત ડૂપ્લીકેટ લાઇસન્સ હવે સામે આવ્યા

અમરેલી પંથકમા બનેલા સાત ડૂપ્લીકેટ લાઇસન્સ સામે આવ્યા છે. જેને પગલે RTO દ્વારા સાતેય સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે

Top Stories Gujarat Others
ડ્રાઇવિંગ લાઇસન્સ એક દાયકા પહેલા બનેલા સાત ડૂપ્લીકેટ લાઇસન્સ હવે સામે આવ્યા

અમરેલીમાં 7 શખ્સે જુના ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન ચઢાવતા ભાંડો ફુટયો હતો. અમરેલી ARTO દ્વારા 7 સામે નોંધાઇ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી સેવા ઓનલાઇન કરાઇ છે. ત્યારે 2010 પહેલાના જુના લાઇસન્સ ધારકોએ સેવા મેળવવા પોતાનુ જુનુ લાઇસન્સ ઓનલાઇન કરવુ પડે છે. આ પ્રક્રિયામાં એક દાયકા પહેલા અમરેલી પંથકમા બનેલા સાત ડૂપ્લીકેટ લાઇસન્સ સામે આવ્યા છે. જેને પગલે RTO દ્વારા સાતેય સામે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે અમરેલી પંથકમાં ભુતકાળમાં આવી રીતે મોટા પ્રમાણમા ડૂપ્લીકેટ લાઇસન્સ કાઢી અપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, જે લોકોને ઓનલાઇન સેવાની જરૂર પડી રહી નથી. તેવા લોકો હજુ પણ ડૂપ્લીકેટ લાયસન્સ લઇને ફરી રહ્યાં છે. તેથી આ પ્રકરણમા ઉંડી તપાસની જરૂર છે.

  • જુના ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઇન ચડાવતા ભાંડો ફૂટ્યો
  • 2010માં બનેલા સાત ડૂપ્લીકેટ લાઇસન્સ આવ્યા સામે
  • ARTO દ્વારા 7 સામે નોંધાઇ ફોજદારી ફરિયાદ
  • હજુ પણ ડૂપ્લીકેટ લાઇસન્સ કાઢી અપાયા હોવાનું અનુમાન
  • આ પ્રકરણમા ઉંડી તપાસની જરૂર

અમરેલીના એ આરટીઓ ઇન્દ્રજીત ટાંકે આ અંગે તાલુકા પાેલીસ મથકમા સાત શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું છે કે આરટીઓ વિભાગની વેબસાઇટ પર લોકોને વિવિધ સેવા ઓનલાઇન મળી રહે છે. સારથી પોર્ટલ પર કોઈ અરજદારને પાેતાનુ લાયસન્સ રીન્યુ કરવુ હાેય કે ટ્રાન્સફર કરવુ હોય તો તે વ્યકિત પોતાની જાતે ફોર્મ ભરી શકે છે અથવા તો ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે. 2010 પહેલા RTOમાં આવી કોઈ ઓનલાઇન સીસ્ટમ ન હતી. જેથી તે સમયે ઇસ્યુ કરાયેલા લાયસન્સમાં  જો અત્યારે કોઈ સેવા મેળવવી હોય તો પહેલા તે જુનુ લાયસન્સ આ સોફટવેરમાં અપલોડ કરવું પડે છે.

અરજદાર ઘરે બેઠા આ પ્રક્રિયા ઓનલાઇન કરી શકે છે. અને ત્યારબાદ તેની ચકાસણી અને એપ્રુવલ કરવામાં આવે છે. જુદાજુદા સાત લાયસન્સ ધારકોએ આ રીતે પોતાના અપલોડ કરાયેલા ડોક્યુમેન્ટ બનાવટી જણાયા હતા. લાયસન્સના રેકાેર્ડની ચકાસણી કરવામાં આવતા આ સાતેય શખ્સોને ભુતકાળમાં આવુ કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ અપાયુ ન હતુ. તેમણે કોઈ રીતે બાેગસ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી હવે તેને ઓનલાઇન કરી આગળની સેવા લેવાનો પ્રયાસ કર્યો હતો. આમ આ સાતેય શખ્સોએ ડ્રાઇવિંગ લાયસન્સ કયારેય કઢાવ્યુ ન હોવા છતા અત્યાર સુધી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ વાપરી રહ્યા હતા. અને હવે આગળની સેવા લેવા માટે આ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓની વેબસાઇટ પર અપલોડ કરતાં તેમની સામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી  હતી.

અમરેલી પંથકમા ભુતકાળમાં આવી રીતે માેટા પ્રમાણમાં ડૂપ્લીકેટ લાયસન્સ કાઢી અપાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવા ડૂપ્લીકેટ લાયસન્સ મેળવનારા માત્ર આ સાત લોકો નથી. આ સાત લોકો એવા છે જેને આરટીઓને લગતા લાયસન્સની સેવાની જરૂર પડી છે જેના પરિણામે તેઓએ ઓનલાઇન વિગતાે ભરી હતી.

કિશન ભરવાડ હત્યા કેસ /ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, કિશન ભરવાડની હત્યાના આરોપીની કટ્ટરવાદી સંગઠન સાથે સાંઠગાંઠ…

Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!