Not Set/ હિમાચલ પ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યો સિંગલ ઈમરજન્સી નંબર “૧૧૨”, બન્યું દેશનું પ્રથમ રાજ્ય

શિમલા, દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓની સુરક્ષા સહિતની સામે આવી રહેલી સમસ્યાઓના નિવારણ માટે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સરકાર દ્વારા એક ઈમરજન્સી નંબર “૧૧૨” લોન્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો આ નંબર લોન્ચ કરવા પાછળનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા લોકોને ત્વરિત મદદ પહોચાડવાનો છે. Home […]

Top Stories India Trending
DtIiPXwWsAYF5H હિમાચલ પ્રદેશમાં લોન્ચ કરવામાં આવ્યો સિંગલ ઈમરજન્સી નંબર "૧૧૨", બન્યું દેશનું પ્રથમ રાજ્ય

શિમલા,

દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓની સુરક્ષા સહિતની સામે આવી રહેલી સમસ્યાઓના નિવારણ માટે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સરકાર દ્વારા એક ઈમરજન્સી નંબર “૧૧૨” લોન્ચ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનો આ નંબર લોન્ચ કરવા પાછળનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની સમસ્યામાં ફસાયેલા લોકોને ત્વરિત મદદ પહોચાડવાનો છે.

આ સાથે જ હિમાચલ પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં આ પ્રકારનો એક ઈમરજન્સી નંબર લોન્ચ કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ હેઠળ લોકોને તરત જ મદદ પહોંચી શકે એ હેતુથી રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ લાગુ કરાશે”.

Image result for himachal-pradesh-single-emergency-number-

ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોલીસ (૧૦૦), ફાયરબ્રિગેડ (૧૦૧), હેલ્થ (૧૦૮) અને મહિલા હેલ્પલાઇન નંબર (૧૦૯૦) સાથે સંલગ્ન હશે અને આ ૧૧૨ નંબર દ્વારા લોકોને ત્વરિત મદદ પહોચાડવામાં આવશે.

ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC)ની કાર્યક્ષમતા વધારવા માટે આ સેન્ટરને ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવતી લોકેશન બેસ સર્વિસ સાથે પણ જોડવામાં આવ્યું છે.

આ ઈમરજન્સી સર્વિસના ઉદ્ઘાટન બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહે ERSS પ્રોજેક્ટને લાગુ કરવાને લઈ હિમાચલ પ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. આ સાથે જ આ સેવાને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવા માટે સરકારને વિનંતી કરી હતી.

Image result for himachal-pradesh-single-emergency-number-

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હિમાચલ પ્રદેશમાં લોન્ચ કરાયેલો ઈમરજન્સી સેવાઓનો આ નંબર પણ અમેરિકામાં લોન્ચ કરવામાં આવી ચુકેલા “૯૧૧”ની જેવો જ છે.

આ ઈમરજન્સી નંબરમાં “૧૧૨ ઇન્ડિયા” નામની એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જે સ્માર્ટફોનમાં કોઈ પણ આપાતકાલીન સમયમાં એક પેનિક બટન તરીકે ઉપયોગમાં આવશે. –

આ ઉપરાંત લોકોને સહેલાઇ ત્વરિત મદદ મળી શકે એ માટે ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ વેબસાઈટ પણ આપવામાં આવી છે.

આ મોબાઈલ એપ “ગુગલ પ્લેસ્ટોર” અને IOS પર ઉપલબ્ધ હશે.