Not Set/ Exit Poll : ફરી એકવાર બની શકે ભાજપ સરકાર, કોંગ્રેસને 2014 કરતા મળી શકે છે વધુ બેઠકો

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ગઇ કાલે રવિવારે પૂર્ણ થઇ ગયો છે. હવે દરેક પાર્ટીની નજર 23 મે નાં રોજ જાહેર થવાના પરીણામ પર રહેશે. જો કે તે પૂર્વે અલગ-અલગ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓ ભાજપને પૂર્ણ બહુમત બતાવતી નજરે ચઢી રહી છે. જેથી એકવાર ફરી નરેન્દ્ર મોદી સત્તાનો તાજ પોતાની ઉપર રાખવામાં સફળ બની રહે તેવા […]

Top Stories India
15220415395c93adfe7ac0f0.44425577 Exit Poll : ફરી એકવાર બની શકે ભાજપ સરકાર, કોંગ્રેસને 2014 કરતા મળી શકે છે વધુ બેઠકો

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ગઇ કાલે રવિવારે પૂર્ણ થઇ ગયો છે. હવે દરેક પાર્ટીની નજર 23 મે નાં રોજ જાહેર થવાના પરીણામ પર રહેશે. જો કે તે પૂર્વે અલગ-અલગ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓ ભાજપને પૂર્ણ બહુમત બતાવતી નજરે ચઢી રહી છે. જેથી એકવાર ફરી નરેન્દ્ર મોદી સત્તાનો તાજ પોતાની ઉપર રાખવામાં સફળ બની રહે તેવા સંકેતો હાલમાં દેખાઇ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો, તે 2014માં પૂરી રીતે સાફ થઇ ગઇ હતી પરંતુ આ વખતે તેની બેઠકોમાં વધારો થવાનાં એંધાણ છે. જો કે ચોક્ક્સ આંકડા આપને 23 મે નાં રોજ મળશે. પરંતુ તે પહેલા Exit Pollમાં ભાજપ આગળ હોવાનુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.

dc Cover 4q4tgtonl82ulk0vitl906cct1 20190519183928.Medi Exit Poll : ફરી એકવાર બની શકે ભાજપ સરકાર, કોંગ્રેસને 2014 કરતા મળી શકે છે વધુ બેઠકો

CHANNEL/AGENCY BJP+ CONG+ OTHERS
Republic-C Voter 287 128 127
Republic – Jan Ki Baat 305 124 113
Times Now-VMR 306 132 104
India Today-Axis 339-365 77-108 79-111
CNN-News18-IPSOS 336 82 124
ABP-AC Nielsen 277 130 135
News 24-Chanakya 350 95 97
India TV-CNX 300 120 122
News Nation 282-290 118-126 130-138