NEPAL/ એર ઈન્ડિયાના પ્લેનનું ટેકઓફ પહેલા ટાયર પંચર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો,173 મુસાફરો સવાર હતા

નેપાળથી નવી દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનનું ટાયર પંચર થઈ ગયું. જે બાદ મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો

Top Stories India
6 12 એર ઈન્ડિયાના પ્લેનનું ટેકઓફ પહેલા ટાયર પંચર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો,173 મુસાફરો સવાર હતા

 nepal: નેપાળથી નવી દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનનું ટાયર પંચર થઈ ગયું. જે બાદ મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને કોઈને નુકસાન થયું ન હતું. હાલમાં, ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને શનિવાર માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે કાઠમંડુથી નવી દિલ્હી જતી ફ્લાઈટના ટાયરમાં  ટાયર પંચર થતાં એર ઈન્ડિયાએ તેની ફ્લાઈટ રદ કરવી પડી હતી. ફ્લાઈટ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) થી સ્થાનિક સમય મુજબ સાંજે 4.30 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થવાની હતી. એર ઈન્ડિયાના ડ્યુટી ઓફિસરે પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટ AI 216 ટેક-ઓફ પહેલા ટાયરમાં પંચર થઈ ગઈ હતી. વિમાનમાં 164 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર હતા. ટાયર પંચર થયા બાદ એરબસ 320 એરક્રાફ્ટને રનવે પરથી હટાવીને પાર્કિંગ એરિયામાં લઈ જવામાં આવ્યું હતું. જરૂરી જાળવણી કાર્ય પૂર્ણ કર્યા પછી, ફ્લાઇટ શનિવારે માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે.

ન્યૂઝ એજન્સી અનુસાર માય રિપબ્લિકા અખબારે જણાવ્યું કે પ્લેન ટેક્સીવેમાંથી બહાર આવી ગયું હતું અને ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારબાદ તેનું ટાયર પંચર થઈ ગયું.