ચેતવણી/ શું તમે પણ આપી દો છો ગમે તે વ્યક્તિને તમારા ઓળખનાં ડોક્યુમેન્ટ, તો થશે આવું….

ઓળખના કાગળો એટલે કે તમારુ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ તમે કોઇ પણને આપવાની ટેવ ઘરાવો છો, તો ચેતીને રહે જો કારણ કે ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ કોઇ પણ તમારા નામે પણ કરી શકે છે હાલમાં સામે આવેલ 6.50 કરોડનાં કૌભાંડ જેવુ કૌભાંડ…

Gujarat Others
identity document gujarat શું તમે પણ આપી દો છો ગમે તે વ્યક્તિને તમારા ઓળખનાં ડોક્યુમેન્ટ, તો થશે આવું....

ઓળખના કાગળો એટલે કે તમારુ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ તમે કોઇ પણને આપવાની ટેવ ઘરાવો છો, તો ચેતીને રહે જો કારણ કે ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ કોઇ પણ તમારા નામે પણ કરી શકે છે હાલમાં સામે આવેલ 6.50 કરોડનાં કૌભાંડ જેવુ કૌભાંડ…

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર…

બોધ પાઠ સમા સામે આવેલા ભાવનગર શહેરનાં આ કિસ્સામાં શહેરના કુંભારવાડા માઢીયા રોડ વિસ્તારમાં આવેલ અપનાનગરમાં રહેતા ૬૬ વર્ષીય મહંમદબીન સૈયદભાઇ કથરીએ પ્રભુદાસતળાવ જમનાકુંડ વિસ્તારમાં રહેતા તેના સંબંધી મોહિનમિયા મહંમદમીયા સૈયદ  વિરૂધ્ધ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં મોહિનમિયા સૈયદે તેઓને તમે ઉંમરલાયક છો એટલે હું આપને લોન લેવી હોય તો મંજુર કરાવી આપીશ, જેથી તેઓએ રૂા .૫૦ હજારની લોન મેળવવા તેના ઓરીજનલ આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટબીલ અને ફોટો સહિતના ડોક્યુમેન્ટ એજન્ટનાં રુપમાં આવેલા ચાલબાજને આપ્યા હતા. મોહીનમિયાએ, તેના ઓરીજનલ ડોક્યુમેન્ટસના આધારે જીએસટી કચેરીમાંથી તેઓના નામ પર ટીન નંબર મેળવી તેમાંથી ૬.૫૦ કરોડના વેપાર વ્યવહાર કરી તેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ્સનો દૂરઉપયોગ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

driving licence and rc book Gujarat 1 શું તમે પણ આપી દો છો ગમે તે વ્યક્તિને તમારા ઓળખનાં ડોક્યુમેન્ટ, તો થશે આવું....

ફરિયાદી મહમદબિન કથીરીએ મોહીનમિયા સૈયદને લોન અંગે પૂછપરછ કરતા તે થઈ જશે, તમે ચિંતા ન કરતા થોડી વાર લાગશે એવું જણાવ્યું હતું, પરંતુ વધુ સમય વીતવા છતાં તેઓને લોન ના મળતા તેંઓએ મોહીનમિયા પાસેથી પોતાના ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત મંગાવી લીધા હતા, પરંતુ થોડા સમય પહેલા તેઓને ૧૬ જૂન ના રોજ જીએસટી કચેરી તરફથી નોટિસ પઠાવવામાં આવી હતી, જીએસટી વિભાગની નોટિસ મળતાં જેમાં અંગ્રેજી ભાષા માં માહિતી લખી હોવાથી ખ્યાલ ન આવતા તેને તેની પૌત્રીને ટપાલ બતાવતા સમગ્ર મામલો ખુલવા પામ્યો હતો. અને બાદમાં મોહીનમિયાને તેણે કરેલા વ્યવહારો અંગે જાણ કરતા તેણે ઉદ્ધત જવાબો આપી વાત ને ઉડાવી દીધી હતી, જેથી મહમદબિન કથીરી એ શહેરના બોરતળાવ પોલીસ મથકમાં પોતાની સાથે વિશ્વાસઘાત થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

મહમદબિન કથીરીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ નો આરંભ કરી સમગ્ર વિગત મેળવી હતી, હાલ તો આરોપી મોહીનમિયા સૈયદ ફરાર થઇ ગયો છે જેને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદમાંથી મસમોટું GST કૌભાંડ પકડાયું છે. સેન્ટ્રલ GSTની ટીમે અધધધ 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે તેમાં આવા અનેક નિર્દોશોનો પણ સમાવેશ થઇ જ ગયો હશે. 

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…