Not Set/ હાર્દિક પટેલે ખોડલ ધામ નરેશ પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદ-જાતીવાદના નામે કોંગ્રેસને ઘેરવાના મૂળમાં છે તો બીજી બાજુ કોંગ્રેસ ભાજપને વિકાસના મુદ્દે સવાલો પૂછી રહી છે, ત્યારે આ સમ્રગ રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવનાર નેતા હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલ સતત ભાજપનો વિરોધ કરી ઘેરવાના મૂળમાં જણાઈ રહ્યા છે. આ દરમિયાન પાસ નેતાએ […]

Gujarat
DP2f18sW0AEPPNW હાર્દિક પટેલે ખોડલ ધામ નરેશ પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદ-જાતીવાદના નામે કોંગ્રેસને ઘેરવાના મૂળમાં છે તો બીજી બાજુ કોંગ્રેસ ભાજપને વિકાસના મુદ્દે સવાલો પૂછી રહી છે, ત્યારે આ સમ્રગ રાજકારણમાં અગત્યની ભૂમિકા ભજવનાર નેતા હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલ સતત ભાજપનો વિરોધ કરી ઘેરવાના મૂળમાં જણાઈ રહ્યા છે. આ દરમિયાન પાસ નેતાએ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા પરંતુ હાર્દિક પટેલે આ અંગે જણાવતા કહ્યું, “આ ફક્ત શુભેચ્છા મુલાકાત છે અને ખોડલધામ નરેશે સલાહ આપતા કહ્યું હતું કે, તમે જે સત્યની લડાઈ લડી રહ્યા છો તે ઈમાનદારીથી લડજો”. મહત્વનું છે કે, નરેશ પટેલ લેઉઆ પટેલ નેતા છે, તેમની પાટીદાર સમુહમાં ખૂબ પહોંચ છે.