Gandhinagar News/ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, 1 કરોડથી વધુ બાળકોના કોલાહલથી સ્કૂલો ગૂંજી ઉઠી

ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે સોમવારથી નવા શૈક્ષણિક વર્ષ 2025-26નો પ્રારંભ થઈ ગયો છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે સોમવારથી નવા શૈક્ષણિક વર્ષ 2025-26નો પ્રારંભ થઈ ગયો છે. વર્ષ 2024-25ve 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ ફરી એકવાર રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસ લગભગ 1.15 કરોડ જેટલા બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠ્યા છે, જેનાથી શૈક્ષણિક માહોલ જીવંત બન્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન તમામ શાળાઓમાં ગત તારીખ 5મી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જે ગઈકાલે તારીખ 9મી જૂનના રોજ પૂર્ણ થયું છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્કૂલો શરૂ થવાના છેલ્લા દિવસે એટલે કે, ગઈકાલે રવિવારે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી, જે દર્શાવે છે કે નવું સત્ર શરૂ કરવા માટે સૌ કોઈ ઉત્સુક હતા.

નવા શૈક્ષણિક વર્ષનું માળખું

વર્ષ 2025-26ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, પ્રથમ સત્ર માટે 105 દિવસ અને બીજા સત્ર માટે 144 દિવસની ફાળવણી કરવામાં આવી છે.  પ્રથમ સત્ર તારીખ 9 જૂન, 2025 થી તારીખ 15 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે. દિવાળી વેકેશન પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ તારીખ 16 ઓક્ટોબર, 2025થી તારીખ 5 નવેમ્બર, 2025 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

બીજું સત્ર તારીખ 6 નવેમ્બર ,2025 થી કુલ 144 દિવસના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે, જે તારીખ 3 મે, 2026 સુધી ચાલશે. ઉનાળુ વેકેશન 2026  બીજું સત્ર પૂર્ણ થયા બાદ તારીખ 4 મે,  2026થી 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે, જે તારીખ 7 જૂન, 2026 સુધી ચાલશે.

આ રીતે વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ 249 દિવસનો કાર્યભાર રહેશે. એ પછી વર્ષ 2026-27નો પ્રારંભ તારીખ 8 જૂન, 2026થી થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત શિક્ષણ વિભાગે ગુજરાત બોર્ડ સંલગ્ન શાળાઓમાં CBSEની માફક એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના અગાઉના નિર્ણયને હાલ મોકૂફ રાખ્યો છે, જેના કારણે જૂનથી જ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકા 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ ચાર લોકોના મોત થયા છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6109 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડનગરમાં જે સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારંભ, 865 શાળાઓ સજ્જ

આ પણ વાંચો: શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર