Ahmedabad News/ ફરી કોરોનાએ ઉચક્યું માથું!,અમદાવાદમાં એક કિશોરીનું કોરોનાથી મોત

અમદાવાદમાં કોરોનાના 510 સક્રિય કેસ છે, જ્યારે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ચાર મહિલાઓના મોત થયા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News:ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સોલા સિવિલમાં એક કિશોરીનું કોરોનાથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. 16 વર્ષના કિશોરનું કોરોનાથી મૃત્યુ થયું હતું અને સાબરકાંઠાના એક કિશોરને કોરોના સારવાર માટે અમદાવાદના સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. કિશોરીને 4 જૂને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોરોનાના 510 સક્રિય કેસ છે, જ્યારે છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ચાર મહિલાઓના મોત થયા છે.

મૂળ સાબરકાંઠાની એક છોકરીને 4 જૂને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ફેફસામાં ગંભીર ચેપ સાથે દાખલ કિશોરીને રેમડેસિવીર આપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે બચી શકી ન હતી. એલજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 2 મહિલાઓ અને સોલા સિવિલ હોસ્પિટલમાં 2 મહિલાઓનું મૃત્યુ થયું હતું. ગઈકાલે નોંધાયેલા કેસ મુજબ, કોરોનાના કુલ 980 કેસ છે, જેમાંથી 32 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 948 લોકો હોમ આઇસોલેશનમાં છે, જેમાંથી 27 દર્દીઓને રજા આપવામાં આવી છે. ડોક્ટરો સલાહ આપે છે કે ઘરે આઇસોલેશનમાં રહેતા લોકોએ તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં દિલ્લી દરવાજાનો જૂનો દરવાજો ધરાશાયી

આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં SPની કચેરીમાં 4 નકલી અધિકારીઓ ઝડપાયા

આ પણ વાંચો:પાલીમાં જૈન સાધ્વીનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત, અમદાવાદમાં આક્રોશ રેલીમાં લોકો મોટી સ્ખંયામાં જોડાયા