Not Set/ નિર્ભયા કેસ/ દોષી અક્ષય ઠાકુરની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

2012 માં દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી સાબિત થયેલા અક્ષય ઠાકુરની દયાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાનાં દોષી અક્ષય ઠાકુરની દયાની અરજી નામંજૂર કરી હતી. આ પહેલા નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં અન્ય દોષી વિનય શર્માએ પણ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી રજૂ કરી હતી, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નકારી […]

Top Stories India
akshaythakur નિર્ભયા કેસ/ દોષી અક્ષય ઠાકુરની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

2012 માં દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષી સાબિત થયેલા અક્ષય ઠાકુરની દયાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાનાં દોષી અક્ષય ઠાકુરની દયાની અરજી નામંજૂર કરી હતી. આ પહેલા નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં અન્ય દોષી વિનય શર્માએ પણ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી રજૂ કરી હતી, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નકારી કાઠી હતી.

આ કેસમાં દોષી સાબિત થયેલા મુકેશ સિંહની દયા અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ફાંસીમાં થઇ રહેલા વિલંબને લઇને કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ગુનેગારો ઇરાદાપૂર્વક કાયદાનો ઉપયોગ કરી ફાંસીમાં વિલંબ કરાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે કરેલી અરજી પર હાઈ કોર્ટે બુધવારે કહ્યું હતું કે, નિર્ભયાનાં ચાર દુષ્કર્મોને અલગથી નહીં પણ સાથે મળીને ફાંસી આપી શકાય છે. વળી, કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે દોષીઓને હવે 7 દિવસની અંદર અરજી દાખલ કરવાની રહેશે. વળી, કેન્દ્રએ હાઇકોર્ટનાં આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાનાં ચારેય દોષીઓને ફાંસીને આગળનાં આદેશો સુધી રોકી દીધી હતી. આ નિર્ણય સામે કેન્દ્ર સરકાર અને તિહાડ જેલ પ્રશાસને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વળી, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનાં ફાંસી પર સ્ટે ના હુકમને પડકારતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી હતી. જોકે કોર્ટે સ્વીકાર્યું કે, ગુનેગારો કાયદાનો ઉપયોગ કરી ફાંસીની સજામાં વિલંબ કરાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકારે એક અરજી કરી છે જેમાં માંગ કરવામાં આવી છે કે જે દોષીઓને જેની દયાની અરજી નામંજૂર કરવામાં આવી છે અથવા તેઓની પાસે હવે કોઈ મંચ નથી, તેમને ફાંસી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.