Bollywood/ દીકરીની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ખુશ થઈ નાની સોની રાઝદાન, તસવીરો શેર કરીને દંપતીને આપ્યા આશીર્વાદ

કપૂર પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છે. કપૂર પરિવારની વહુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે, સોમવારે કપલે પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આ માહિતી આપી

Trending Entertainment
10m દીકરીની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ખુશ થઈ નાની સોની રાઝદાન, તસવીરો શેર કરીને દંપતીને આપ્યા આશીર્વાદ

કપૂર પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છે. કપૂર પરિવારની વહુ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. સોમવારે, કપલે પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આ માહિતી આપી. આ સમાચાર પછી તેમને ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. જયારે તેમના પરિવારના સભ્યોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળે છે. હવે તાજેતરમાં, આલિયા ભટ્ટની માતા અને ટૂંક સમયમાં જ નાની બનનાર સોની રાઝદાને આ કપલ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

સોની રાઝદાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રણબીર અને આલિયાની બે તસવીરો શેર કરી છે અને તેમને ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે. ટૂંક સમયમાં નાની બનવા જઈ રહેલી સોનીએ કેપ્શનમાં લખ્યું, Gratitude May your tribe increase.

s10 દીકરીની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ખુશ થઈ નાની સોની રાઝદાન, તસવીરો શેર કરીને દંપતીને આપ્યા આશીર્વાદ

આ પોસ્ટ જોયા બાદ રણબીર આલિયાના ફેન્સ સોની રાઝદાનને જલ્દી નાની બનવા માટે અભિનંદન આપી રહ્યા છે. નોંધનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલના લગ્ન ખાસ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં થયા હતા, જ્યાંથી સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જયારે લગ્નના બે મહિના પછી આ કપલે પોતાના ચાહકોને માતા-પિતા બનવાના ગુડ ન્યુઝ આપ્યા છે.