Not Set/ મહારાષ્ટ્રનાં પૂર્વ CM અને ઠાકરે સરકારનાં કેબિનેટ મિનિસ્ટર અશોક ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસે દુનિયાભરનાં દિગ્ગજોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે મળી રહેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારનાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ઉદ્ધવ સરકારનાં પૂર્વ પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચૌહાણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઇએ કે, આ બીજો કેસ છે જ્યારે એક મોટા નેતામાં કોરોના પોઝિટિવ લક્ષણો જોવા […]

India
e9347918a1a633d2b5b2e9d107b7f02a 1 મહારાષ્ટ્રનાં પૂર્વ CM અને ઠાકરે સરકારનાં કેબિનેટ મિનિસ્ટર અશોક ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભારતમાં કોરોના વાયરસનો કહેર ઝડપથી વધી રહ્યો છે. આ વાયરસે દુનિયાભરનાં દિગ્ગજોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે મળી રહેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારનાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ઉદ્ધવ સરકારનાં પૂર્વ પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચૌહાણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઇએ કે, આ બીજો કેસ છે જ્યારે એક મોટા નેતામાં કોરોના પોઝિટિવ લક્ષણો જોવા મળ્યા છે.

આ પહેલા ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવ્હાડ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 3,050 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રનાં મુંબઇ શહેરમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. જો જોવામાં આવે તો, કોરોના વાયરસ ભારત પર પોતાની પકડ વધુ મજબૂત કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યુ છે કે, જો તમે કોરોનાવાયરસને ટાળવા માંગતા હોવ તો સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.