સુરત/ ડુક્કરનાં શિકાર માટે મૂકેલો બોમ્બ હાથમાં જ ફાટતાં મહિલા અને બાળક ઈજાગ્રસ્ત

માંગરોળ તાલુકાના વડ ગામે ખેતરમાં બાજરો કાપવા ગયેલી મહિલાના હાથમાં લસણિયો બોમ્બ આવી ગયો  હતો. અને અજાણતા જ બોમ્બ મહિલાના હાથમાં જ ફૂટી ગયો હતો.

Top Stories Surat
dron 1 5 ડુક્કરનાં શિકાર માટે મૂકેલો બોમ્બ હાથમાં જ ફાટતાં મહિલા અને બાળક ઈજાગ્રસ્ત
  • માંગરોળનાં વડ ગામે હાથમાં લસણીયો બોમ્બ ફાટતા મહિલા અને બાળક ઈજાગ્રસ્ત
  • ડુક્કરનાં શિકાર માટે મૂક્યો હતો બોમ્બ
  • બિનઅધિકૃત રીતે કેટલાક ઇસમો બોમ્બનો ઉપયોગ ડુક્કરને મારવા કરી રહ્યા છે
  • મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ

ખેતરોમાં ડુક્કરનો ત્રાસ વધુ હોય છે અને કેટલીક જગ્યાએ ડુક્કરથી પાકને બચાવવા માટે લસણીયા બોમ્બ નો ગેરકાયદે રીતે ઉપયોગ થતો હોય છે. માંગરોળ ખાતે આ આજ લસણીયા બોમ્બથી એક મહિલા અને બાળક ઘાયલ બન્યા છે. અને બંને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ તાલુકાના વડ ગામે ખેતરમાં બાજરો કાપવા ગયેલી મહિલાના હાથમાં લસણિયો બોમ્બ આવી ગયો  હતો. અને અજાણતા જ બોમ્બ મહિલાના હાથમાં જ ફૂટી ગયો હતો. આ ઘટનામાં મહિલા અને એક બાળક ઇજાગ્રસ્ત બન્યા છે. માંગરોળના વડ ગામ ખાતે રહેતા રહેતા ગીતાબેન ચૌધરી અન્ય મજૂરો સાથે ખેતરમાં બાજરાનો પાક કાપવા ગયા હતા. તેમની સાથે તેમનો પૌત્ર પણ હતો. જેની ઉમર આશરે 9 વર્ષની હતી. બાજરો કાપતા ગીતાબેનને સૂતળી વીટેલો એક બોલ  મળી આવ્યો હતો. જે ખેતરમાં મૂકેલો એક લસણીયો બોમ્બ હતો. અને ખેતરમાં આવતા ડુક્કરને ભગાડવા માટે મૂકવામાં આવ્યો હતો. અને ગીતાબેનને તેને નજરઅંદાજ કર્યું  હતું. અને ફરી પોતાના કામમાં લાગી ગયા હતા.

થોડા સમય બાદ આજ સૂતળી વીંટેલો બોલ આકારનો બોમ્બ તેમના પૌત્રના હાથમાં આવ્યો હતો. અને તે બોલ લઈ ગીતા બેનને બતાવવા ગયો હતો. ગીતાબેને બોલને હાથમાં લઈ દબાવતા તેમાં બાલાસ્ટ થયો હતો. અને આ બ્લાસ્ટમાં ગીતાબેનને તેમની સાથે રહેલો તેમનો પૌત્ર બંને ઇજાગ્ર્સ્ત બન્યા હતા. ગીતાબેનના હાથમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે  નજીક ઉભેલા તેમના પૌત્રના  ગાલ અને કપાળ પર ઇજાઓ થઇ હતી. 108ની મદદથી બંનેને સારવાર માટે ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે વધુ સારવાર માટે ગીતાબેનને સુરત સિવિલ લઈ જવા્યા છહતા.