Not Set/ મની લોન્ડરીંગ કેસમાં ઇડીએ કરી રોબર્ટ વાડ્રાની પુછપરછ, પ્રિયંકાએ કહ્યું પરિવારની સાથે

દિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ પુછપરછ માટે બોલાવ્યા હતા.મની લોન્ડરીંગ કેસ માટે ઇડીએ રોબર્ટ વાડ્રાને સમન્સ આપ્યું હતું જે પ્રમાણે તે ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા.એમની સાથે તેમના પત્નિ પ્રિયંકા ગાંધી પણ હતા.જો કે રોબર્ટ વાડ્રાને ઇડીને ઓફિસે મુક્યા બાદ પ્રિયંકા ગાંધી ત્યાંથી નીકળી […]

Top Stories India
jqq 13 મની લોન્ડરીંગ કેસમાં ઇડીએ કરી રોબર્ટ વાડ્રાની પુછપરછ, પ્રિયંકાએ કહ્યું પરિવારની સાથે

દિલ્હી,

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ પુછપરછ માટે બોલાવ્યા હતા.મની લોન્ડરીંગ કેસ માટે ઇડીએ રોબર્ટ વાડ્રાને સમન્સ આપ્યું હતું જે પ્રમાણે તે ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા.એમની સાથે તેમના પત્નિ પ્રિયંકા ગાંધી પણ હતા.જો કે રોબર્ટ વાડ્રાને ઇડીને ઓફિસે મુક્યા બાદ પ્રિયંકા ગાંધી ત્યાંથી નીકળી ગયા હતા.

ઇડીની ઓફિસની બહાર નીકળી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મીડીયાને જણાવ્યું હતું કે હું મારા પરિવારની સાથે ઉભી છું.જોકે રોબર્ટ વાડ્રા ઓફિસ તો પહોંચ્યા પણ પોતાના ચશ્મા સાથે લાવવાનું ભુલી ગયાં હતાં. જો કે ઇડીના પાંચ અધિકારીઓએ રોબર્ટ વાડ્રાનું સ્ટેમેન્ટ લીધું હતું,જેમાં જોઇન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર સામેલ હતા.

ઇડીએ રોબર્ટ વાડ્રા પર આરોપ મુક્યો છે કે તેમણે  વિદેશમાં ગેરકાયદેસર રીતે બેનામી રોકાણ કરી  સંપત્તિ ખરીદી છે.ઇડીના આરોપ પ્રમાણે રોબર્ટ વાડ્રાએ લંડનમાં12 બ્રાયનસ્ટન સ્કાવયર પર 19 લાખ પાઉંડની સંપત્તિ ખરીદી છે,જેના નાણાંનું રોકાણ બીજી વ્યક્તિએ કર્યું છે.