Not Set/ ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક શરીરથી ‘ઢીલો’ પડ્યો,માનસિક રીતે મક્કમ, હોસ્પિટલમાં દાખલ  નહીં થાય

અમદાવાદ અમદાવાદમાં એસપી રીંગ રોડ પર આવેલાં ગ્રીનવુડ રિસોર્ટનાં એક ફાર્મહાઉસમાં ઉપવાસ પર ઉતરેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત ખરાબ થઇ છે. હાર્દિકે શરૂ કરેલાં આમરણાંત ઉપવાસના આજે પાંચમા દિવસે તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ તબીબો દ્રારા આપવામાં આવી હતી. સતત ઉપવાસને કારણે હાર્દિક પટેલ પોતાની મેળે ઉઠીને ચાલી નથી શકતો. સોલા […]

Top Stories
Hardik Patel 2 ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક શરીરથી ‘ઢીલો’ પડ્યો,માનસિક રીતે મક્કમ, હોસ્પિટલમાં દાખલ  નહીં થાય

અમદાવાદ

અમદાવાદમાં એસપી રીંગ રોડ પર આવેલાં ગ્રીનવુડ રિસોર્ટનાં એક ફાર્મહાઉસમાં ઉપવાસ પર ઉતરેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત ખરાબ થઇ છે. હાર્દિકે શરૂ કરેલાં આમરણાંત ઉપવાસના આજે પાંચમા દિવસે તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ તબીબો દ્રારા આપવામાં આવી હતી. સતત ઉપવાસને કારણે હાર્દિક પટેલ પોતાની મેળે ઉઠીને ચાલી નથી શકતો.

સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પી કે સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું અને તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે.

જો કે હાર્દિકે તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાની સ્પષ્ટ મનાઇ કરી છે. હાર્દિકનું કહેવું છે કે ખેડુતોના હક્કની માંગણીઓ અને પાટીદારોને અનામત આપવાની અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તે હોસ્પિટલમાં દાખલ નહીં થાય

ખેડુતોને પડી રહેલી સમસ્યા અને પાટીદારોને અનામતની માંગણીને લઇને હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિકનું વજન 1 કિલો જેટલું ઘટ્યું હતું અને તબીબોએ તેને લીક્વીડ લેવાની સલાહ આપી હતી.જો કે ખરાબ તબિયત હોવા છતાં હાર્દિક ઉપવાસ રાખવા મક્કમ છે.

ઉપવાસના ચોથા દિવસે હાર્દિકની મેજીકલ તપાસ કરવામાં આવી હતી અને તેનું બ્લડપ્રેશર અને સુગર નોર્મલ આવ્યું હતું.

મંગળવારે હાર્દિક પટેલનું યુરિન સેમ્પલ લઇને બે વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સોલા સિવિલના ડોક્ટરોએ રિપોર્ટ બાદ હાર્દિકનું યુરિન ઇન્ફેક્શન વધ્યું હોવાની વાત કહી હતી તેમજ તેને વધારેમાં વધારે લિક્વિડ લેવાની સલાહ આપી હતી.